GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મુકેશ અંબાણી સાથે કામ કરવાની શાનદાર તક! લાખોમાં થશે કમાણી, ફટાફટ આ રીતે કરો અપ્લાય

ગ્લોબલ પેટ્રોલિયમ કંપની BP PLC અને દુનિયાના છઠ્ઠા સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ‘Jio-BP’ નામે ફ્યૂલનું છૂટક વેચાણ શરૂ કરશે. બંને કંપનીઓએ ગત ગુરુવારે તેનું એલાન કર્યુ. આ ઘોષણા બાદ હવે દેશભરમાં Reliance Petrol Pumps ખુલશે. BPએ Relicance Industriesના 1400 પેટ્રોલ પંપો તથા એરક્રાફ્ટ ફ્યૂલ સ્ટેશનોની 49 ટકા હિસ્સેદારી ગત વર્ષે એક અબજ ડોલરમાં ખરીદી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાકીની 51 ટકા હિસ્સેદારી છે.

બંને સાથે આવ્યા બાદ રિલાયન્સના પેટ્રોલ પંપનું નામ Jio-BP ફાઇનલ કરવામાં આવ્યું છે. સાથે જ કંપની આશરે 3500 નવા પેટ્રોલ પંપ ખોલવામાં આવશે. એટલે કે આવનારા સમયમાં દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી સાથે કામ કરવાની શાનદાર તક છે. જો તમે પણ પેટ્રોલ પંપ ખોલવા માગતા હોવ તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે પેટ્રોલ પંપ ખોલવાનું તમારુ સપનુ સાકાર થઇ શકે છે.

આ રીતે કરો અપ્લાય

રિલાયન્સ-બીપી પેટ્રોલ પંપ વિશે તમામ જાણકારી કંપનીની ઑફિશિયલ વેબસાઇટ https://www.reliancepetroleum.com/businessEnquiry પર છે. તમે અહીંથી તમામ ડિટેલ લઇ શકો છો. બાકી પેટ્રોલ પંપ ઉપરાંત પણ તમે લુબ્રીકેંટ્સ, ટ્રાંસ કનેક્ટ ફ્રેન્ચાઇઝી, એ1 પ્લાઝા ફ્રેન્ચાઇઝી, એવિએશન ફ્યૂલથી લઇને અન્ય રીતે કંપની સાથે કામ કરી શકો છો.

આ કામોની ફ્રેન્ચાઇઝીનું વિવરણ સાઇટ છે, જે લોકો ઇચ્છુક હોય તે અરજી પણ કરી શકે છે. તેના માટે તમારે કંપનીને પોતાની બેસિક જાણકારી જેવી કે નામ, નંબર, સરનામુ, જે શહેર માટે જોઇએ તે અને હાલ તમે ક્યાં કામ કરો છો. આ ઉપરાંત દેશમાં પેટ્રોલ પંપ ખોલવાના જે નિયમ છે તે અહીં પણ લાગુ થશે.

નહીં રહે સરકારી કંપનીઓનો દબદબો

દેશમાં હાલ ફ્યૂલનાં છૂટક વેચાણમાં જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓની બોલબાલા છે, જેની પાસે દેશભરના કુલ 69,392 પેટ્રોલ પંપોમાંથી મોટાભાગના જાહેર ક્ષેત્રના પંપ છે. સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, BPCL અને HPCL પાસે 62,072 પેટ્રોલ પંપ છે. આ જ રીતે આ ત્રણ કંપનીઓ પાસે દેશના 256 એરક્રાફ્ટ ફ્યૂલ સ્ટેશનોમાંથી 224 છે. બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે તે ફ્યૂલ અને ટ્રાન્સપોર્ટેશન માટે ભારતની ઝડપથી વધતી માગોને પૂરી કરવામાં સંયુક્ત ઉપક્રમના તેજીથી વધવાની આશા કરે છે.

Read Also

Related posts

મિહિકા બજાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા રાણા દિગ્ગુબાટી, જુઓ લગ્નના સુંદર ફોટો

Ankita Trada

અમદાવાદની આ ઈમારતના લોકો જીવી રહ્યા છે ભયના ઓથાર નીચે, વગર ધરતીકંપે ધ્રુજે છે બિલ્ડિંગ

Nilesh Jethva

હવે તમે ઓફલાઈન પણ કરી શકો છો ડિઝીટલ ટ્રાન્ઝક્શન, RBIએ કરી આ નવી સુવિધા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!