GSTV
Business Trending

SBI ગ્રાહકોને મોટી રાહત : ATM કાર્ડ ખોવાઇ જાય તો ઘરેબેઠા મંગાવો નવુ કાર્ડ, એકદમ સરળ છે પ્રોસેસ

sbi

SBI News Update:  કોરોના મહામારી વચ્ચે, બેન્કોએ તેમની મોટાભાગની સુવિધાઓ ઓનલાઇન કરી છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI)પણ તેના ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને ડોર સ્ટેપ બેંકિંગ અને ઓનલાઇન બેંકિંગ સુવિધાઓ વધારી છે.

નવા એટીએમ કાર્ડ માટે અપ્લાય કરો

જો તમે SBIના ગ્રાહક છો, તો પછી તમે ઘરે બેઠા બેઠા અનેક સુવિધાઓનો લાભ લઈ શકો છો. જો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા એક્સપાયર થઈ ગયું હોય અથવા ખરાબ થઇ ગયું હોય, તો તમારે આ માટે બેંક બ્રાન્ચમાં જવાની જરૂર નથી. તમે ફક્ત નવા એટીએમ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

sbi

SBI ડેબિટ એટીએમ કાર્ડ માટે કેવી રીતે અપ્લાય કરશો

  • નવા એટીએમ કાર્ડ માટે અરજી કરવા માટે, તમારે ખૂબ જ સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. જે અમે નીચે જણાવી રહ્યા છીએ. ધ્યાનમાં રાખો કે તમારો મોબાઇલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ હોવો જોઈએ. કારણ કે તમને ઓટીપીની જરૂર પડશે.
  • સૌ પ્રથમ તમારે ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન કરવું પડશે
  • આ પછી e-Services ના વિકલ્પ પર જાઓ
  • પછી તમારે ATM Card Servicesનો વિકલ્પ પસંદ કરવો પડશે
  • આ પછી, Request ATM/Debit Cardનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • તમને બે વિકલ્પો મળશે, તે ઓટીપી આધારિત અને પ્રોફાઇલ પાસવર્ડ આધારિત છે. તમારે ઓટીપી વિકલ્પ પસંદ કરવો પડશે
  • એક નવું પેજ હવે ખુલશે જેમાં એકાઉન્ટ સિલેક્શન પછી તમારે કાર્ડનું નામ અને કાર્ડ ટાઇપ પસંદ કરવું પડશે
  • બધી વિગતો ભર્યા પછી, તેને ચકાસીને સબમિટ કરો.
  • સબમિશન પછી તમને એક મેસેજ મળશે કે તમારું ડેબિટ કાર્ડ તમને 7-8 વર્કિંગ ડેઝમાં પહોંચાડવામાં આવશે
  • આ ડેબિટ કાર્ડ તે જ સરનામાં પર આવશે જે તમે બેંક સાથે રજીસ્ટર કરાવ્યું છે.
  • જો તમારે અન્ય કોઈપણ સરનામાં પર એટીએમ કાર્ડ મેળવવા માંગતા હોય, તો આ માટે તમારે SBI ની શાખાની મુલાકાત લેવી પડશે.
SBI

એકાઉન્ટમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો

  • એ જ રીતે, એસબીઆઈએ પણ તેના ગ્રાહકોને એકાઉન્ટમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરવાની ઓનલાઇન સુવિધા આપી રહી છે. આ કામ નેટ બેન્કિંગ દ્વારા પણ થઈ શકે છે.
  • My Account & Profile વિકલ્પ પર જાઓ અને Profile સિલેક્ટ કરો
  • જે નવું પેજ ખુલશે તેની ઉપર, તમારે Personal Details/Mobile વિકલ્પ પર ક્લિક કરવું પડશે. પ્રોફાઇલ પાસવર્ડ દ્વારા આગળ વધો
  • નવા પેજમાં તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી વિશેની માહિતી આપવામાં આવશે અને તેની સાથે ચેન્જનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
  • મોબાઇલ નંબર સાથેનો વિકલ્પ પસંદ કરો અને ઓટીપી પ્રક્રિયા પછી તમે તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો.

Read Also

Related posts

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ

GSTV Web Desk

સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો

Zainul Ansari
GSTV