GSTV

કામની વાત: હવે રહેઠાણના પુરાવા વગર જ બની જશે આધાર કાર્ડ, જાણો શું છે રીત?

Last Updated on June 19, 2021 by Pritesh Mehta

હવે લગભગ તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે દેશના નાગરિક પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે. એવામાં આધાર કાર્ડ એક મહત્વનું સરકારી દસ્તાવેજ બની ગયું છે. એવામાં જો કોઈ પહેલી વાર પોતાનું આધાર કાર્ડ બનાવી રહ્યા છે તો તેના માટે આઈડી પ્રૂફ એટલે કે ઓળખનો પુરાવો અને એડ્રેસ પ્રૂફ એટલે કે રહેઠાણનો પુરાવો રજુ કરવાની જરૂર પડે છે. હવે જો તમારી પાસે કોઈ જ આઈડી નથી તો પછી આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકશો?

આઈડી વગર કેવી રીતે બનશે આધાર કાર્ડ

વગર કોઈ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બનાવવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. ત્યાં, ઈન્ટ્રોડ્યુસરની મદદથી સરળતાથી તમારું આધાર કાર્ડ બની જશે. ઈન્ટ્રોડ્યુસરને UIDAIની ક્ષેત્રીય કચેરી દ્વારા પોસ્ટ કરવામાં આવે છે. જોકે, ઈન્ટ્રોડ્યુસર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર સેન્ટર પર સામાન્ય પ્રક્રિયા દ્વારા આધાર બનાવવામાં આવશે અને 90 દિવસમાં તમારા આપેલા સરનામે પોસ્ટ દ્વારા આધાર કાર્ડ મોકલી આપવામાં આવશે.

આધાર

શું હોય છે ઈન્ટ્રોડ્યુસર

ઈન્ટ્રોડ્યુસર અરજદારની ઓળખ અને સરનામું કન્ફર્મ કરવાનું કામ કરે છે. સાથે જ એનરોલમેન્ટ ફોર્મ પર સહી કરવાંનું કામ કરે છે. UIDAIની ગાઇડલાઇન મુજબ ઈન્ટ્રોડ્યુસર અરજદારના નામે સર્ટિફિકેટ આપે છે જે ત્રણ મહિના માટે માન્ય હોય છે. આધાર કાર્ડ બનવાની પ્રક્રિયા દરમ્યાન ઈન્ટ્રોડ્યૂસરે હાજર રહેવું ફરજીયાત હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!