GSTV
Home » News » ફક્ત Jio યુઝર્સને મળે છે આ ખાસ સર્વિસનો લાભ, આજે જ કરી લો એક્ટિવ

ફક્ત Jio યુઝર્સને મળે છે આ ખાસ સર્વિસનો લાભ, આજે જ કરી લો એક્ટિવ

jio 99 plan

પ્રમોશનલ કૉલિંગ અને મેસેજ કદાચ જ કોઇને ગમતા હશે. આવા અણગમતા કૉલ ખાસ કરીને ત્યારે પરેશાન કરે છે જ્યારે આપણે કોઇના કૉલની રાહ જોઇ રહ્યાં હોઇએ અથવા તો કોઇ મીટીંગ કે જરૂરી કામમાં વ્યસ્ત હોઇએ. કોઇ કંપની કે બેન્ક ઑફરના કૉલ્સ અને મેસેજ આપણને પરેશાન કરી મુકે છે. આ જ કારણે આપણે ડુ નૉટ ડિસ્ટર્બની સર્વિસ મળે છે. તેનાથી અણગમતા મેસેજીસ અને કૉલ્સને બ્લૉક કરી શકાય છે.

જો કે તમામ ટેલિકોમ કંપનીઓ DND સર્વિસ ઑફર કરે છે જેની પ્રોસેસ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છે Jio ગ્રાહકો કેવી રીતે DND સર્વિસ એક્ટિવેટ કરી શકે છે. તેના માટે જિયોએ પોતાની એપમાં અલગથી Activation/Deactivationનું ઓપ્શન આપ્યું છે જે અન્ય કંપનીઓ નથી આપતી. જિયોની આ સર્વિસ My Jio એપથી એક્ટિવ કરી શકાય છે.

આ રીતે એક્ટિવેટ કરો DND સર્વિસ

  • તેના માટે સૌપ્રથમ માય જિયો એપ ઇન્સ્ટોલ કરો. માય જિયો એપમાં લૉગ ઇન કરો.
  • ઉપરની તરફ ડાબી બાજુ Menu Icon હશે, તેના પર ટેપ કરો.
  • હવે સેટિંગ્સમાં જાઓ અને તેમાં Service Settingને સિલેક્ટ કરો.
  • અહી તમને અનેક ઓપ્શન્સ જોવા મળશે. અહીં તમે તમારા ઓપ્શન્સ પર DND એક્ટિવેટ કરી શકો છો. જો તમે બેંકિંગ એસએમએસ અને કૉલ્સ બ્લોક કરવા માગતા હોય તો સામે આપેલા ON બટન પર ક્લિક કરો. તેનાથી તમે કોઇપણ પ્રકારના પ્રમોશનલ SMS કે કૉલ્સ કરવા માગતા હોય તો પેજ પર ઉપરની તરફ આપેલા ફુલ DND ઓપ્શનને એક્ટિવેટ કરો.
  • તે બાદ જિયો તરફથી એક રિકવેસ્ટ કન્ફર્મેશન એસએમએસ આવશે. આ મેસેજ તમને રજીસ્ટ્રેશન રિકવેસ્ટ આઇડી સાથે આવશે. તે પછી જિયો નંબર પર આ સર્વિસ 7 દિવસની અંદર એક્ટિવ થઇ જશે.

Read Also

Related posts

વ્હિક્લ ચલાવવું પડશે ભારે, સાથે 1 સપ્ટેમ્બર પછી SBI પણ લાવશે નવા નિયમ

Dharika Jansari

અનુભવી રોજર ફેડરરને ભારતનો આ યુવા ખેલાડી આપશે ટક્કર, 21 વર્ષ બાદ બની છે આ ઘટના

Mayur

ચાની ચુસ્કીની મજા થશે ડબલ, ગડકરીએ લીધો નવો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!