GSTV

ડ્રગ્સકાંડ : વોટ્સએપ પ્લેટફોર્મમાં એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડની સુવિધા તો ચેટ લીક કેવી રીતે થઈ લીક, પ્રાઈવેટ મેસેજ કરતાં વિચારજો

બોલિવૂડના કલાકારોની વોટ્સએપ ચેટમાંથી ડ્રગ્સ અંગેની લિંક મળ્યાનું એનસીબીએ જણાવ્યું હતું. સતત વોટ્સએપ ચેટના આધારે સમન્સ પાઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વોટ્સએપે પ્રાઈવસી બાબતે સ્પષ્ટતા કરી હતી.

કંપનીના સત્તાવાર નિવેદનમાં શું કહ્યું

કંપનીના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે વોટ્સએપ પ્લેટફોર્મમાં એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડની સુવિધા છે. એટલે કે મેસેજ જેને થયો છે તે અને મેસેજ જેમણે મોકલ્યો છે તે લોકો જ મેસેજ જોઈ-વાંચી શકે છે. એ સિવાય કંપનીના કર્મચારીઓ પણ મેસેજ વાંચી શકતા નથી. વોટ્સએપે ભારપૂર્વક કહ્યું હતું કે કંપની એકેએક યુઝરની પ્રાઈવસીનું ધ્યાન રાખે છે. વોટ્સએપ યુઝર્સની ચેટનો ડાઈરેક્ટ એક્સેસ કોઈને આપતી નથી. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીની આ પોલિસી અંગે સર્વિસ પ્રોઈડર કંપનીઓ અને મોબાઈલ ઉત્પાદન કંપનીઓને પણ જાણ કરવામાં આવે છે. જો કે, યુઝર્સ થર્ડ પાર્ટીના સ્ટોરેજનો ઉપયોગ કરીને વોટ્સએપની ચેટ સેવ કરે કે એમાં સ્ટોર કરી રાખે તો તેનો એક્સેસ મેળવવાનુ કામ થર્ડ પાર્ટી માટે સરળ બની જાય છે. કંપનીએ એવી ભલામણ કરી હતી કે સ્ટ્રોંગ પાસવર્ડ અને બાયોમેટ્રિક્સ પેટર્ન રાખીને વોટ્સએપને થર્ડ પાર્ટીથી બચાવવાથી વધારે સલામતી રહે છે.

યુઝર્સ ઓટો બેકઅપનો ઓપ્શન પસંદ કરે છે

વોટ્સએપના કહેવા પ્રમાણે મોટાભાગના યુઝર્સ ઓટો બેકઅપનો ઓપ્શન પસંદ કરે છે. તેના કારણે વોટ્સએપનો બેકઅપ સ્ટોરેજમાં થાય છે. એ સ્ટોરેજ મોટાભાગે ગૂગલનો પસંદ થતો હોય છે. સ્ટોરેજમાં મેસેજ જાય પછી એ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ રહેતો નથી.
વોટ્સએપના કહેવા પ્રમાણે આવી કોઈ ઘટના વખતે તપાસ એજન્સીઓ યુઝરનો ફોન મેળવે છે અને પછી ચેટનો બેકઅપ મેળવી લે છે. એ કારણે તેમને ચેટનો એક્સેસ મળી જાય છે. ટૂંકમાં વોટ્સએપ ચેટ સુરક્ષિત છે, પરંતુ તેનો બેકઅપ સુરક્ષિત નથી.

Related posts

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક બ્રા પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!