GSTV
Home » News » ખાંડ દુનિયાનો સૌથી મોટો રાજકીય પાક : દેશની 128 લોકસભા બેઠક પર કરે છે અસર, મોદીને પણ કરી શકે છે ઘરભેગા

ખાંડ દુનિયાનો સૌથી મોટો રાજકીય પાક : દેશની 128 લોકસભા બેઠક પર કરે છે અસર, મોદીને પણ કરી શકે છે ઘરભેગા

હાલમાં જ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલી સંબોધતી વખતે શેરડીના ખેડુતોને અક વચન આપ્યુ જેમા તેમણે જણવ્યુ કે સરકાર ખેડુતોને શેરડિના પુરતા ભાવ મળે તે માટે પ્રયત્નશીલ રહેશે. જ્યાં ભાજપની સરકાર છે એ રાજ્યો માં પણ શેરડીના ખેડૂતો ખાંડની મિલો દ્વારા કાયદેસર ચૂકવણી ન થવાના કારણે નારાજ છે. ભારતના શેરડીના ખેડૂતો પરેશાન છે અને 5 કરોડ ખેડૂતોના કરોડો રૂપિયા બાકી છે. તેમાંથી મોટાભાગના ખેડૂતોને આશરે એક વર્ષથી પૈસા આપવામાં આવ્યા નથી. નીતિ આયોગનું કહેવું છે કે બાકી રકમનો આંકડો ઘણો મોટો થઈ ગયો છે. મિલોમાં 1.2 કરોડ ટન કરતાં વધારે ખાંડની બોરીઓ પડી છે, જેનું વેચાણ થઈ શક્યું નથી.

આ શરે 3 કરોડ ખેડૂત એક ખાસ ભૌગોલિક ક્ષેત્રમાં રહે છે

ભારતમાં ખાંડનો વેપાર જોખમમાં છે. ઓક્ટોબર 2018થી એપ્રિલ 2019 વચ્ચે દેશની આશરે 525 મિલોએ 3 કરોડ ટનથી વધારે ખાંડનું ઉત્પાદન કર્યું. ત્યારબાદ ભારત દુનિયાનો સૌથી મોટો ખાંડનો ઉત્પાદક દેશ બની ગયો. તેણે બ્રાઝિલને આ ક્ષેત્રે પાછળ છોડી દીધું છે. આ 525 પૈકી મોટાભાગની ખાંડની મિલો સહકારી સંસ્થાઓ દ્વારા સંચાલિત છે. આ શરે 3 કરોડ ખેડૂત એક ખાસ ભૌગોલિક ક્ષેત્રમાં રહે છે અને શેરડીની ખેતી સાથે જોડાયેલા છે. લાખો મજૂર ખેતરોમાં અને મિલોમાં કામ કરે છે અને શેરડી સાથે જોડાયેલી મજૂરી કરે છે. આ જ કારણ છે કે શેરડીના ખેડૂતોને રાજકીય પાર્ટીઓ એક વોટબૅન્ક તરીકે જુએ છે.

સૌથી વધારે સહાય આ પાકને મળે છે

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ બે રાજ્યો દેશની 60% ખાંડનું ઉત્પાદન કરે છે. આ બન્ને રાજ્યોમાં લોકસભાની 128 બેઠકો છે. એક અનુમાન પ્રમાણે ખાંડ ઉત્પાદન સાથે જોડાયેલા ઉદ્યોગ લોકસભાની 543 બેઠકોમાંથી 150ને અસર કરે છે. મહારાષ્ટ્રના ખાંડ આયુક્ત શેખર ગાયકવાડનું માનવું છે કે સંભવત: “ખાંડ દુનિયાનો સૌથી મોટો રાજકીય પાક છે.” ભારતમાં ખાંડનો ઉપયોગ મોટાં પ્રમાણમાં થાય છે. એક મોટો ભાગ મીઠાઈ અને પીવાલાયક પદાર્થો બનાવવામાં વપરાય છે.સરકાર શેરડી અને ખાંડની કિંમતો નિર્ધારિત કરે છે. તે જ ઉત્પાદન અને નિકાસની માત્રા નક્કી કરે છે અને સબસિડી પણ આપે છે. સરકારી બૅન્ક ખેડૂતો અને ખાંડની મિલોને લોન આપે છે. નિકાસની માત્રા નક્કી કરે છે અને સબસિડી પણ આપે છે. સરકારી બૅન્ક ખેડૂતો અને ખાંડની મિલોને લોન આપે છે.

Related posts

આજે અયોધ્યા કેસ મામલે સુપ્રીમમાં સુનાવણી, મધ્યસ્થ કમિટી રિપોર્ટ સોંપશે

Bansari

પાકિસ્તાનના વકિલની ફી 20 કરોડ છતાં કેસ હારી ગયા, ભારતના વકિલની ફી 1 રૂપિયો…

Mayur

બિહારમાં જળ પ્રલય બાદ જે તસવીરો સામે આવી તે પાષાણ હ્રદયના માનવીને પણ રોવડાવી દેશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!