કલર્સ ચેનલ પર પ્રસારિત થતાં શૉ ‘નાગિન-3’ ઘર ઘરમાં લોકપ્રિય છે. સુપરપાવર પર આધારિત આ શૉમાં આવતા ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ પણ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે. શૉમાં લીડ રોલમાં કરિશ્મા તન્ના, અમિતા હસનંદાની, સુરભી જ્યોતિ અને પર્વ વી પુરી જેવા સ્ટાર્સ છે. જ્યારે નાગરાજની ભુમિકામાં રજત ટોકસ છે.
શૉની સ્ટોરી જેટલી રસપ્રદ છે તેનું મેકિંગ પણ એટલું જ રસપ્રદ છે. શૉમાં દર્શાવાતા નાગ-નાગિનના સીનને લઇને દર્શકોના મનમાં કેટલાંક સવાલ ઉભા થાય છે કે આખરે આ સીન શુટ કેવી રીતે થાય છે?

શૉના મોટાભાગના સીન જૂની ખંડેર હવેલીના હોય છે જેના પર કરોળિયાના જાળા લટકેલા હોય છે અને દિવાલો પણ કાળી દર્શાવવામાં આવે છે. હકીકતમાં શૉની ટીમ આ જાળા દોરાની મદદથી બનાવે છે અને પછી તેના પુર સ્પ્રે કરી દે છે.
હવે વાત કરીએ નાગ-નાગિનના સીનના શુટની તો તેના માટે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવે છે. શૉમાં સુરભિ, અનીતા, કરિશ્મા અને રજત જેવા સ્ટાર્સે નાગ-નાગિનનો રોલ કર્યો છે. શૉના તમામ એક્ટર્સ પોતાના સીન્સને એક લીલી પડદા સામે શૂટ કરે છે જે બાદ ટેક્નિકલ ટીમ અને એડિટિંગ ટીમ વીએફએક્સની મદદથી તેમના નાગ-નાગિનનો લુક આપે છે.

સાથે જ ક્યારેક નાગરાની એટલે કે સુરભીને પર્વત પર બેઠેલી દર્શાવવામાં આવે છે. આ સીન શુટ કરવા માટે તેને એક પત્થર પર બેસાડવામાં આવે છે જે લીલા પડદા સામે હોય છે. જે બાદ ઇફેક્ટ્સ યુઝ કરીને તે પત્થરને પહાડ તરીકે દર્શાવવામાં આવે છે.
જ્યારે લાંબા ડાયલૉગ્સ શુટ કરવાના હોય ત્યારે પણ એક્ટર્સને મદદ મળે છે. કેમેરા પાછળ રહેલા ક્રૂ- મેમ્બર પાત્રનો કોઇ લાંબા ડાયલૉગનું પુનરાવર્તન કરે છે જેને સાંભળીને એક્ટર તે સીન શુટ કરે છે. શૉની અગાઉની સીરીઝના વીડિયોઝ પણ યુ-ટ્યુબ પર છે.
Read Also
- NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- ચીનમાં કોલેજ લવર્સને સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ માટે રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે