GSTV

આખરે કેવી રીતે શિલ્પાના પતિ રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો આરોપ લાગ્યો? મુંબઈ પોલીસ પાસે કેસને લગતા પુરતા પુરાવા

Last Updated on July 20, 2021 by Zainul Ansari

શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ બનાવવાનાં સિલસિલામાં ધરપકડ કરવામાં આવી છે. બોલિવુડનીં ગલિયોમાંથી જ્યારથી આ વાત સામે આવી છે ત્યારથી સૌ કોઈ હક્કા બક્કા રહી ગયા છે. આખરે કેવી રીતે અને શા માટે લાગ્યો શિલ્પાનાં પતિ રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો આરોપ. ચલો જાણીએ.

શિલ્પાનાં પતિ રાજ કુંદ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને તેને એપ્સ પર બતાવવાનો આરોપ છે. અને આ જ આરોપનાં કારણે સોમવારે મોડી રાત્રે શિલ્પાનાં પતિ રાજ કુંદ્રાને પોલિસે એરેસ્ટ પણ કરી લીધો. ત્યાં સુધી કે તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો અને 23 જુલાઈ સુધી રાજનાં રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલિસ કમિશ્નર હેમંત નાગરાલેનું કહેવુ છે કે, રાજ કુંદ્રા આ કેસમાં મુખ્ય સાજીશકર્તા છે. અને તેમની પાસે રાજ વિરુદ્ધ પુરતા પૂરાવા પણ છે. અને તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા રાજની પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ કરી ચૂકી છે.

ક્રાઈમ બ્રાંચનો પ્રોપર્ટી સેલ આ મુદ્દે રાજની પૂછપરછ કરી રહ્યો છે. અને ધરપકડ બાદ પોલિસે પોર્ન મામલાનો ખુલાસો કર્યો. પોર્ન કેસમાં હવે રાજ કુંદ્રા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

મુંબઈ પોલિસ અનુસાર, આ જ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 8થી 10 કરોડનું ઈનવેસ્ટમેન્ટ કર્યુ હતુ. રાજ અને બ્રિટેનમાં રહેતા તેના ભાઈએ કેમરિન નામની એક કંપની બનાવી. પોર્ન ફિલ્મને ભારતમાં જ શૂટ કરવામાં આવી હતી. અને તેને વિ ટ્રાન્સફર મારફતે લંડન મોકલવામાં આવતી. આ કંપની રાજ કુંદ્રાએ જ બનાવી અને તેનું વિદેશમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ. જેથી તે ઈન્ડિયાનાં સાઈબર લોથી બચી શકે.

ફેબ્રુઆરીમાં મુંબઈ પોલિસે એકટ્રેસ ગહેના વષિષ્ઠ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. જ્યારપછી બીજા 3 લોકોની ધરપકડ થઈ અને 2 એફઆઈઆર પણ નોંધાઈ.

જણાવી દઈએ કે એકટ્રેસને પોર્ન ફિલ્મ માટે ન્યુડ સિન્સ શૂટ કરવા માટે ફોર્સ કરવાને લઈને આ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ત્યારે એવી પણ વાત સામે આવી હતી કે શૂટ કરેલી ફિલ્મોને પેઈડ એપ્લિકેશન પર રીલિઝ કરવામાં આવી હતી. આ મામલા સાથે જોડાયેલા ઉમેશ કામતની ધરપકડ કરવામાં આવી હતી.

કામતની ધરપકડ બાદ પોલિસને મોટી લીડ મળી અને રાજ કુંદ્રાનું નામ સામે આવ્યુ. તમને જણાવી દઈએ કે, આ મેટર પર શિલ્પા શેટ્ટીનું કોઈ જ નિવેદન સામે નથી આવ્યુ. હવે એ જોવાનું રહેશે કે આ કેસનાં તાર કયા મોટા માથા સુધી પહોંચે છે.

Read Also

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!