GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આ સુપરસ્ટારે ભલામણ ના કરી હોત તો બોલીવુડને ના મળ્યો હોત ‘કિંગ ખાન’, આ રીતે શાહરૂખને મળી હતી પહેલી ફિલ્મ

શાહરૂખ

શાહરુખ ખાને તાજેતરમાં જ બોલિવૂડમાં 28 વર્ષ પૂરા કર્યા હતા. ટીવી સિરિયલથી ઇન્ડસ્ટ્રીમાં આવનારા શાહરુખ ખાનને અત્યારે તો બોલિવૂડનો કિંગ મનાય છે. પ્રથમ ફિલ્મ દિવાનાથી લઈને હાલની ઝીરો સુધીની તમામ ફિલ્મોની સારી પ્રશંસા થઈ છે અને તેના અભિનય પાાછળ લોકો દિવાના છે. પણ તમને ખબર છે શાહરુખ ખાનને તેની પહેલી ફિલ્મ દિવાના કેવી રીતે મળી હતી અને કોની ભલામણથી તેને આ ફિલ્મમાં કામ કરવા મળ્યું હતું?

શાહરૂખ નહી આ એક્ટર હતો મેકર્સની પહેલી પસંદ

1992માં રિલીઝ થયેલી દિવાના ફિલ્મમાં રિશી કપૂર અને દિવ્યા ભારતીની સાથે શાહરુખ ખાન પણ હતા. આ ફિલ્મના મેકર્સ માટે શાહરુખ ખાન તેમની પ્રથમ પસંદ ન હતો પરંતુ સની દેઓલ હતો. પણ કોઈ કારણસર સની દેઓલે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો. સની દેઓલના પિતા ધર્મેન્દ્રએ દિવાનાના નિર્માતા ગુડ્ડુ ધનોઆને યુવાન કલાકાર શાહરુખ ખાનનું નામ સૂચવી દીધું. ધર્મેન્દ્રની ભલામણથી શાહરુખ ખાનને તેની પ્રથમ ફિલ્મ દિવાના મળી અને તે સાથે જ તે બોલિવૂડમાં છવાઈ ગયો.

પોતાની પ્રથમ ફિલ્મમાં જ શાહરુખે એક્ટિંગની કમાલ દેખાડી દીધી હતી. ત્યાર બાદ તો તેણે ડર, રાજુ બન ગયા જેન્ટલમેન, ચમત્કાર, બાજીગર, કરણ અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી માંડીને સંખ્યાબંધ ફિલ્મો આપી છે.

Read Also

Related posts

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!