GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

આ રીતે સચિનને મળ્યું ઓપનિંગમાં સ્થાન, જો સફળ ન થાત તો કોઈ દિવસ ઓપનિંગ ન કરેત

થોડા સમય પહેલાં એક ચેટ શોની મુલાકાત દરમિયાન સચિન તેડુલકરે ઓપનિંગમાં કેવી રીતે સ્થાન મળ્યું તે રસપ્રદ કહાની કહી હતી. તેડુલકરે પોતાના કરિયરની શરૂઆત મુશ્કેલ સમયમાં કરી હતી, જ્યાં તેણે કેટલાક મહત્વના નિર્ણય લેવા પડ્યા હતા. આ કરવા પાછળનું કારણ એ પણ હતું કે તેડુલકરને ખૂદ પર વિશ્વાસ નહોતો કે તે આ કરી શકશે કે નહીં.

વર્ષ 1994માં માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરે પોતાની કરિયરની સેન્ચુરી ફટકારી અને તે પણ એ કારણે જ્યારે મિડલ ઓર્ડરમાંથી તેને ઓપનિંગ કરવાની તક મળી હતી. થોડા સમય પહેલાં એક ચેટ શો દરમિયાન તેડુલકરે પોતાના કરિયરના મોટા રહસ્ય પરથી પડદો હટાવતા કહ્યું હતું કે, એ સમયે કોઈ પણ વસ્તુને તેની જ સ્થિતિમાં રહેવા દેવામાં આવતી હતી. કોઈ નવું કરવાની ફિરાકમાં ન હતું. એ સમયે મેં નવું કરવાનું વિચાર્યું.

તેડુલરે અન્ય ટીમોની રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 1994માં જ્યારે મેં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ બેટીંગ કરવાની શરૂઆત કરી ત્યારે તમામ ટીમોની એવી રણનીતિ હતી કે વિકેટ બચાવીને રમવામાં આવે. જે આઉટ ઓફ ધ બોક્સ હતું. હું એવું માનતો હતો કે આગળ જઈને હું બેટ્સમેનોને ટાર્ગેટ કરું. પણ આ માટે મારે ઘણી આજીજી વ્યક્ત કરવી પડી હતી. જેથી હું મિડલ ઓર્ડરમાંથી ઓપનિંગમાં બેટીંગ કરી શકું. જો હું સફળ ન થાઉં તો હું કોઈ દિવસ ઓપનિંગમાં બેટીંગ નહીં કરીશ.

તેડુલકરે આગળ કહ્યું કે, મારી પહેલી મેચ ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ હતી. મેં 49 બોલમાં 82 રનની ઈનિંગ રમી હતી. જેથી મારે બીજી વખત તક માટે કોઈને પૂછવાની જરૂર નહોતી. આગામી 385 વનડેમાં તેડુલકરે જ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી અને 49 સેન્ચુરી પણ ફટકારી. 16,000થી વધારે રન પણ કર્યા. તેડુલકર ક્રિકેટમાં 100 સેન્ચુરી લગાવ્યા બાદ રિટાયર થયા હતા.

READ ALSO

Related posts

સુરતથી 446 ટ્રેન ઉપડી: 7 લાખ શ્રમિકોની વતન વાપસી, સૌથી વધુ ટ્રેનો આ રાજ્યની

Bansari

આમ આદમીને વધુ એક ડામ: ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યાં, હવે તમારે ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!