GSTV
Home » News » જાણો કેવી રીતે શરૂ થયો હતો ‘પદ્માવત’ વિવાદ, આજે પણ થઇ રહ્યો છે વિરોધ

જાણો કેવી રીતે શરૂ થયો હતો ‘પદ્માવત’ વિવાદ, આજે પણ થઇ રહ્યો છે વિરોધ

આજે દેશભરમાં આશરે સાત હજાર સ્ક્રીન પર પદ્માવત રિલિઝ થઇ રહી છે. કરણી સેના દ્વારા અનેક થિયેટરોમાં ફિલ્મ રિલિઝ કરવામાં નહી આવે. અન્ય રાજ્યના ડિસ્ટ્રીબ્યુટર્સ અને થિયેટરોએ ફિલ્મ રિલિઝ કરવાથી ઇનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે તેઓ કોઇ જોખમ લેવા નથી માંગતાં. સરકારે તમામ થિયેટરોની બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે પદ્મમાવતનો વિરોધ 27 જાન્યુઆરી 2017ના રોજ શરૂ થયો હતો, જે હજુ સુધી જારી છે. આ જ કારણ છે કે રાજસ્થાન ઉપરાંત આ ફિલ્મ ગુજરાત,મધ્યપ્રદેશ અને ગોવામાં પણ રિલિઝ નથી થઇ રહી.

આ રીતે શરૂ થયો પદ્માવત વિવાદ

27 જાન્યુઆરી 2017 – જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મનું શુટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન સંજય લીલા ભણસાલીને કરણીસેનાના યુવકોએ લાફો માર્યો હતો. તે પછી ભણસાલીએ જયપુરમાં શુટિંગનું પેકઅપ કરી લીધું હતું,

નવેમ્બર 2017- ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરવામાં આવતાં કરણી સેના દ્વારા અનેક શહેરોમાં તોડફોડ કરવામાં આવી. ઘૂમર સોન્ગનો સખત વિરોધ કરવામાં આવ્યો. તેથી ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ માંથી અનેક સીન્સ કટ કરવા પડ્યાં.

1 ડિસેમ્બર 2017- આ દિવસે ફિલ્મ રિલિઝ થવાની હતી પરંતુ 17 નવેમ્બરે જ સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપવાથી ઇનકાર કરી દીધો હતો. આ કારણે ફિલ્મની રિલિઝ ટળી ગઇ હતી.

28 ડિસેમ્બર 2017- વિવાદ વધતો જોઇને સેન્સર બોર્ડે 3 ઇતિહાસકારોને ફિલ્મ દેખાડી. ફિલ્મનું નામ પદ્માવતીના બદલે પદ્માવત કરવાનું કહેવામાં આવ્યું. ફિલ્મમાં 5 ફેરફાર કરવામાં આવ્યા અને ફિલ્મને 25 જાન્યુઆરીએ રિલિઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

18 જાન્યુઆરી 2018- સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલિઝ કરવામાં આવે. આ સાથે જ ચાર રાજ્યોમાં ફિલ્મ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યો.

સરકારની પિટિશન ફગાવાઇ- રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે આદેશ પર રિવ્યુ પિટિશન દાખલ કરી હતી તેને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે પદ્માવત રિલિઝ કરનારા થિયેટરોને સુરક્ષા પુરી પાડવાનો આદેશ આપ્યો હતો.

Related posts

SBIના ગ્રાહકો નાણાં કરી લો સિક્યોર, આ ટીપ્સ ફોલો કરશો તો નહીં લાગે ક્યારેય ચુનો

Arohi

EPFOમાં ભરતી બહાર પડી : આવી રીતે કરો અરજી

Path Shah

વડોદરાના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે અથડામણ, ઘરમાં ઘૂસી કરી તોડફોડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!