GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

કેવું NRC અને કેવી વાત ?, બિહારમાં તો લાગુ થવા જ નહીં દઉં : નીતિશે પલ્ટી મારી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં અનેક વખત કર્યું છે કે પુરા દેશમાં એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન) લાગુ કરવામાં આવશે, આ એનઆરસી લાગુ થયા બાદ લોકો આ દેશના નાગરિક છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. જોકે હવે સરકારને એનઆરસી મુદ્દે પોતાના જ સાથી પક્ષોનું સમર્થન નથી મળી રહ્યું. જે પક્ષો એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે તેમાં બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવનારા નીતીશ કુમારનો પક્ષ જદ(યુ)નો પણ સમાવેશ થઇ ગયો છે. નીતીશે સ્પષ્ટતા કરી દીધી છે કે અમે કોઇ પણ સંજોગોમાં એનઆરસીને સમર્થન નહીં આપીએ.

એટલુ જ નહીં નીતીશે એમ પણ કહ્યું કે બિહારમાં પણ અમે એનઆરસી લાગુ નહીં થવા દઇએ. પત્રકારોએ જ્યારે હાલ દેશમાં એનઆરસી અને સિટિઝન કાયદામાં સુધારા મુદ્દે જે વિરોધ ચાલી રહ્યો છે તે અને સરકાર એનઆરસી લાગુ કરવાની છે તે અંગે પૂછ્યું તો નીતીશ કુમારે કહ્યું હતું કે આ એનઆરસી શું છે? એનઆરસી બિલકુલ લાગુ નહીં કરવામાં આવે.આ પહેલા જ્યારે જદ(યુ)એ સિટિઝન કાયદામાં સુધારાને સમર્થન આપ્યું ત્યારે પક્ષના જ કેટલાક ધારાસભ્યોએ તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધુ હતું આ ઉપરાંત નીતીશ કુમારને મદદ કરનારા અને રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પણ એનઆરસી અને સિટિઝન બિલનો વિરોધ કર્યો હતો.

ભીસમાં આવેલા નીતીશ કુમારે આખરે એનઆરસી અંગે સ્પષ્ટતા કરવી પડી હતી અને કહ્યું હતું કે બિહારમાં અમે તેને લાગુ નહીં થવા દઇએ.  એનડીએના જે પણ સાથી પક્ષો છે તેમાં નીતીશ કુમાર પહેલા એવા મુખ્ય પ્રધાન છે કે જેમણે એનઆરસીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. જોકે અન્ય પક્ષોના નેતાઓ આ અંગે ચીંતા વ્યક્ત કરી ચુક્યા છે.અન્ય જે રાજ્યોના મુખ્ય પ્રધાન એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે તેમાં પ. બંગાળના મમતા બેનરજી, ઓડિશાના નવીન પટનાયક, આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડી અને કોંગ્રેસ શાસીત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ વિરોધ કરી ચુક્યા છે. અગાઉ જ્યારે આસામમાં એનઆરસી લાગુ કરવામાં આવ્યો ત્યારે પણ નીતીશ કુમાર તેનો વિરોધ કરી ચુક્યા છે.

READ ALSO

Related posts

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel

ધોરણ 10 ICSE અને ધોરણ 12 ISC નું આવતીકાલે 3 વાગે જાહેર થશે પરિણામ, છાત્રો માટે ખુશખબર

Pravin Makwana

અમેરિકા પણ હવે આયુર્વેદિક દવાઓને સહારે, ભારત અને અમેરિકામાં યોજાશે ક્લિનીકલ ટ્રાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!