GSTV
Gujarat Government Advertisement

IPL/ મુંબઈ સામે આ 5 કારણોસર હારી ગઈ દિલ્હીની ટીમ, ગુમાવ્યું ટોચનું સ્થાન

મુંબઈ

Last Updated on October 12, 2020 by Bansari

આઇપીએલમાં (IPL)રવિવારે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટે પરાજય થયો હતો. અબુધાબી ખાતે રમાયેલી આ ટી20 ક્રિકેટ મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 162 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં મુંબઈએ પાંચ વિકેટે 166 રન કરીને મેચ જીતી લીધી હતી. આમ દિલ્હીની ટીમનો વિજયરથ હાલ તો અટકી ગયો છે. જોકે તે હજી પણ દસ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે પરંતુ હાલમાં જે રીતે દિલ્હીનું ફોર્મ ચાલતુ હતું તે જોતાં તેના પરાજયથી ફેન્સ નિરાશ થયા હશે.

દિલ્હીના પરાજય માટે કેટલાક કારણો જવાબદાર છે. જેની ઉપર એક નજર.

પૃથ્વી શો વહેલો આઉટ થઈ ગયો

ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લેનારી દિલ્હી ટીમનો પ્રારંભ કંગાળ રહ્યો. ઓપનર પૃથ્વી શો પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. તે માત્ર ચાર રન કરી શક્યો અને ત્રીજા જ બોલે ટ્રેન્ટ બોલ્ટે તેને આઉટ કરી દીધો.

મહત્વની ક્ષણે જ સ્ટોઇનિસ રનઆઉટ થયો

દિલ્હીની ટીમને સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે આ સિઝનનો શ્રેષ્ઠ ફિનિશર મનાતો માર્કસ સ્ટોઇનિસ ડેથ ઓવરમાં રનઆઉટ થઈ ગયો. તે આઉટ થયો તેને કારણે દિલ્હીની ટીમ લગભગ 10થી 20 રન પાછળ રહી ગઈ.

છેલ્લી ઓવર્સમાં રન બની શક્યા નહીં

ઓપનર શિખર ધવન ભલે સેટ થઈને રમી રહ્યો હતો તેમ છતાં દિલ્હીની ટીમ અંતિમ ઓવર્સમાં ઝડપથી રન કરી શકી ન હતી. ધવન અને એલેક્સ કેરી આ સમયે ઝડપ કરી શકયા ન હતા. અંતે દિલ્હીને આ સ્લો બેટિંગનો માર પડ્યો.

બોલર્સે પણ પ્રારંભમાં નિરાશ કર્યા

મુંબઈની ટીમે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો ત્યારે રોહિત શર્મા તો સસ્તામાં આઉટ થઈ ગયો પરંતુ ત્યાર બાદ દિલ્હીના બોલર્સ બાકીની વિકેટો ઝડપી શક્યા નહી. અક્ષર પટેલે એક વિકેટ તો અપાવી દીધી પરંતુ ત્યાર બાદ પાવર પ્લેમાં ટીમને એકેય વિકેટ મળી નહીં.

કંગાળ ફિલ્ડિંગ પણ ભારે પડી ગઈ

મુંબઈની ઇનિંગ્સમાં એવું ઘણી વાર બન્યું જ્યારે કેચ પડાતા મુકાયા હોય અથવા તો એકની જગ્યાએ બે રન આપી દેવાયા હોય. અંતમાં આ તમામ ભૂલોએ દિલ્હી પાસેથી મેચ આંચકી લીધી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!