ઇન્સ્ટાગ્રામ એક એવું માધ્યમ બની ગયું છે જે સેલેબ્રિટીઝના જીવનને સામાન્ય જનતા સાથે શેર કરે છે. સાથે સાથે જ ઇન્સ્ટાગ્રામ કમાણીનું માધ્યમ પણ બની ગયું છે અને જો કમાણી વિરાટ કોહલી જેટલી હોય તો કહેવું જ શું ? સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ અને અન્ય માહિતી શેર કરવા માટે વપરાતી ઈન્સ્ટાગ્રામ એપ પર સેલિબ્રિટીઝના કરોડો ચાહકો હોય છે.જેઓ તેમને ફોલો કરતા હોય છે. જોકે આ સેલિબ્રિટિઝ માટે ઈન્સ્ટાગ્રામ પણ કરોડો રુપિયા કમાવવાનુ માધ્યમ છે.
ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ નામથી જાહેર કરવામાં આવેલી એક યાદીમાં દુનિયાભરની જાણીતી હસ્તીઓ એક પોસ્ટ મુકીને કોઈ કંપનીનુ પ્રમોશન કરવામાટે કેટલી રકમ લે છે તેની જાણકારી આપવામાં આવી છે.
જે પ્રમાણે અમેરિકન ટીવી સ્ટાર અને યંગ બિઝનેસ વુમન કાયલી જેનર એક પોસ્ટ મુકવા માટે 10 લાખ ડોલર એટલે કે લગભગ 7 કરોડ રુપિયા ચાર્જ કરે છે.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં 17મા સ્થાને છે. કોહલી સ્પોર્ટસ સેલિબ્રિટિઝમાં તો 9મા સ્થાને છે. કોહલી એક પોસ્ટ માટે 82 લાખ રુપિયા સુધી ચાર્જ કરે છે.
આ મામલામાં તો કોહલીએ જાણીતા બોક્સર ફ્લોઈડ મેવેધરને પણ પાછળ છોડી દીધો છે. જ્યારે સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો એક પોસ્ટ માટે 7.50 લાખ ડોલર એટલે કે 5.1 કરોડ રુપિયા મેળવે છે.