GSTV
Health & Fitness Life Trending

Weight Loss: ચાલવાથી ઝડપથી ઘટે છે વજન, જાણો રોજ કેટલું Walk કરવાથી તરત દેખાશે અસર

વજન

How Much Steps A Person Should Walk Daily: આપણું વધતું વજન ઘટાડવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ, ચાલવું તેમાંથી એક છે. હેલ્ધી અને ફિટ રહેવાની આ એક સરસ રીત છે. દરરોજ ચાલવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને તે પેટ અને કમરની ચરબી ઘટાડવામાં ઘણી મદદ કરે છે. સવારે અને ઘણીવાર રાત્રિભોજન પછી વોક કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ પ્રશ્ન આપણા મનમાં વારંવાર ઉદ્ભવે છે કે ફ્લેટ ટમી મેળવવા માટે આપણે દિવસમાં કેટલું ચાલવું જોઈએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

વજન

વજન ઘટાડવા માટે ચાલવાના ફાયદા

જો તમે દરરોજ ચાલશો તો વજન ઓછું કરવું સરળ બને છે અને બેલી ફેટ ઘટાડવામાં પણ મદદ મળે છે. જો તમને વધુ સારા પરિણામો જોઈએ છે, તો સામાન્ય વૉકિંગને બદલે ઝડપથી ચાલવાની આદત બનાવો. જે લોકો ઓફિસમાં 8 થી 10 કલાક બેસીને કામ કરે છે તેઓને કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસલ ડિસીઝ અને હાર્ટ એટેકની શક્યતા વધુ રહે છે. ફિઝિકલ એક્ટિવીટીમાં ઘટાડો હાઇ કોલેસ્ટ્રોલ અને ફેટ વધારવા માટે જવાબદાર છે. તેથી, તમારે શરીરની હિલચાલ વધારવા પર ભાર મૂકવો આવશ્યક છે.

રિચર્સમાં સામે આવી આ વાત

કેનેડામાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જે મહિલાઓ સાડા ત્રણ મહિના સુધી દરરોજ લગભગ એક કલાક ચાલે છે અને ડાયેટમાં કોઈ ફેરફાર કર્યા વિના તેમનુ બેલી ફેટ 20 ટકા ઓછી કરી શકે છે. એટલા માટે તમે વધુ ને વધુ ચાલવાનો પ્રયત્ન કરો, કારણ કે લાંબો સમય બેસી રહેવાથી શરીરને ઘણું નુકસાન થાય છે.

વજન

દિવસમાં કેટલું ચાલવું જોઈએ?

ચાલવું એ એક બેસ્ટ એક્સરસાઇઝ છે, જો તમે ઈચ્છો છો કે ફેટ ન વધે અને તમને હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો ન હોય, તો આ માટે તમારે ઓછામાં ઓછા 10 હજાર પગલાં ચાલવા જ જોઈએ, જો તમે દરરોજ આટલી મહેનત કરો છો, તો તમારા health થશે ઘણા આશ્ચર્યજનક ફાયદા, થોડા અઠવાડિયામાં દેખાશે તેની અસર.

ચાલવાના અન્ય ફાયદા

ચાલવાથી તમારું પાચન અને મેટાબોલીઝમ સારી સ્થિતિમાં રહે છે, તે તમારા શરીરને એક્ટિવ રાખે છે જેના કારણે જકડાવાની સમસ્યા નથી થતી, આ ઉપરાંત તેનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે, તેથી દરરોજ ચાલવાની આદત બનાવો.

Read Also

Related posts

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

તમે પણ ફેસ્ટિવ સિઝનમાં કરો છો ઓનલાઈન શોપિંગ? આ 4 વાતોને ધ્યાનમાં રાખીને કરો ખરીદી, નહીંતર થશે મોટું નુકસાન!

Hemal Vegda

બુધવારના દિવસે કરવામાં આવેલી ભૂલ પડી શકે છે ભારે, આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ જશે જીવન

Damini Patel
GSTV