GSTV

સંસદમાં રજુ થઇ માહિતી, પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાંથી સરકારને કેટલી આવક..?

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાંથી સરકારને કેટલી આવક થઈ છે તેની જાણકારી સંસદમાં આપવામાં આવી છે. કેન્દ્રના રાજયકક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ હતુ કે, 2020-21માં સરકારને એક્સાઈઝ ડ્યુટી થકી 3.72 લાખ કરોડ રુપિયા મળ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો સરકારની રોજની આવક 1000 કરોડ રુપિયા કરતા વધારે હતી.જે એક વર્ષ પહેલા પ્રતિ દિવસ 488 કરોડ રુપિયા જેટલી હતી.

મંત્રાલયે કહ્યુ હતુ કે, પ્રતિ લિટર પેટ્રોલ માટે રૂ. 1.40 મૂળભૂત આબકારી જકાત તરીકે રૂ. 11 વધારાની આબકારી જકાત તરીકે રૂ. 13 (રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ) અને રૂ. 2.5 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલવામાં આવે છે. કુલ રકમ રૂ. 27.90 થવા જાય છે. જ્યારે ડીઝલ માટે રૂ. 1.80 મૂળભૂત આબકારી જકાત, રૂ. 8 વિશેષ આબકારી જકાત, રૂ. 8 (રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ), રૂ. 4 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે. એટલે કે કુલ રૂ. 21.80 રુપિયા ડ્યુટી છે.

પેટ્રોલ

નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ હતુ કે, 2020-21ના વર્ષમાં રાજ્ય સરકારોને તેમાંથી આપવામાં આવેલી ટેક્સની રકમ 20000 કરોડ રુપિયા જેટલી થવા જતી હતી. હાલના સમયમાં પેટ્રોલ પર બેઝિક એક્સાઈઝ ડ્યુટી 1.40 રુપિયા અને ડિઝલ પર 1.80 રુપિયા છે.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

મોટા સમાચાર : UP ચૂંટણી પહેલાં કોંગ્રેસને લાગી શકે છે સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાઇ શકે છે ભાજપમાં

Dhruv Brahmbhatt

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!