GSTV

જાણવા જેવું/ અંબાણી-અદાણી જેવા ધનકુબેરોના એકાઉન્ટમાં કેટલાં છે રૂપિયા? શું તમને આ વિશે જાણકારી મળી શકે છે? અહીં જાણો

અંબાણી

Last Updated on July 20, 2021 by Bansari

શું તમે પણ ક્યારેય અંબાણી-અદાણી અથવા અન્ય કોઇ ધનાઢ્ય વ્યક્તિનું બેંક બેલેન્સ જાણવાનો પ્રયાસ કર્યો છે? ઘણીવાર લોકોના મનમાં આ સવાલને લઇને આતુરતા જોવા મળે છે. હવે એક હદ સુધી તે સ્પષ્ટ થઇ ચુક્યું છે કે એક સામાન્ય નાગરિક તરીકે તમને આ જાણકારી આપવામાં આવશે કે નહી. હકીકતમાં, આ રોચક મુદ્દે દેશના સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થઇ રહી છે. કોર્ટને પૂછવામાં આવ્યું છે કે શું સામાન્ય નાગરિકોને અંબાણી, અદાણી, ટાટા અને બિરલા અથવા અન્ય ધનકુબેરોના બેંક બેલેન્સ અથવા લોન વિશે જાણકારી આપવામાં આવી શકે છે કે નહીં. આ કેસ RTI અંતર્ગત ગોપનીય બેંકિંગ ડેટાને લઇને છે.

બેંકોએ કોર્ટને પૂછ્યું છે કે શું તેમણે સામાન્ય લોકોને અમીર વ્યક્તિઓના બેંક બેલેન્સ વિશે જાણકારી આપવી જોઇએ કે નહી. જસ્ટિસ એલ એન રાવની આગેવાની વાળી બેચ આ અંગે નિર્ણય લેશે. આ અઠવાડિયે 22 જુલાઇએ આ મામલે સુનાવણી થશે.

ટ્રાન્સફર

બિઝનેસ પ્લાન્સ પર થઇ શકે છે અસર

બેંકોએ કોર્ટને પોતાની દલીલમાં પણ જણાવ્યું છે કે આનાથી મોટા ઉદ્યોગપતિઓ દ્વારા બનાવવામાં આવેલા ભાવિ બિઝનેસ પ્લાન પર પણ અસર થશે, કારણ કે આ વિશે બીજા વિશેની માહિતી પહેલાથી ઉપલબ્ધ હશે. આ પ્લાન્સ પૂરા કરવા આ ઉદ્યોગપતિઓ પણ બેંકો પાસેથી લોન લે છે. આ કેસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વકીલ સોલિસીટર જનરલ તુષાર મહેતા છે, જ્યારે એચડીએફસી બેંકના વકીલ મુકુલ રોહતગી છે.

ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન

કોર્ટને કહેવામાં આવ્યું છે કે બેંક એકાઉન્ટ્સ, તેનાથી સંબંધિત ટ્રાન્ઝેક્શન અથવા અન્ય બેંકિંગ માહિતી કોઈપણ વ્યક્તિની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી છે. કોર્ટમાં બેંકો વતી દલીલ કરવામાં આવી છે કે તેની છૂટ આપવાથી બેન્કિંગ કામગીરીથી સંબંધિત ઘણા નિયમોનું ઉલ્લંઘન થશે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી બેન્કોમાં ખાતાધારકોનો વિશ્વાસ પણ ઓછો થશે.

અંબાણી

સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું હતું કે કાયદા હેઠળ બેન્કો ગોપનીયતા જાળવે છે અને આવી સ્થિતિમાં કેટલીક આવશ્યક માહિતી જાહેર કરવી તેનું ઉલ્લંઘન હશે.

આરબીઆઈ હેઠળની બેંકોની કામગીરી અંગે માહિતી આરબીઆઈ જ આપશે

આ મહિને સુપ્રીમ કોર્ટે આરબીઆઈની ગાઇડલાઈન પર વચગાળાના સ્ટે આપ્યો છે, જેમાં પીએનબી દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી આપવા કહેવામાં આવ્યું છે. આ માહિતીમાં ડિફોલ્ટર્સની લિસ્ટથી લઈને આંતરિક તપાસ રિપોર્ટ શામેલ છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં એક ખંડપીઠે એચડીએફસી બેંક અને એસબીઆઈની અરજીને ફગાવી દીધી હતી, જેમાં 6 વર્ષ પહેલા કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ આરટીઆઈ દ્વારા બેંકોના કામ સંબંધિત માહિતી આપશે.

Read Also

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!