આપણા રોજિંદા જીવનમાં દૂધનું મહત્વનું સ્થાન છે. પ્રોટીન અને કેલ્શિયમ સાથે જ પોટેશિયમ અને વેટામિન્સથી ભરપૂર દૂધને એક સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. કારણ કે, તે પેટ ભરવાની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પરંતુ ઘણી વખત દૂધને લઈને કોઈને કોઈ રિસર્ચ સામે આવે છે. જેમાંથી અમૂકમાં લખ્યુ હોય કે દૂધ પીવુ કેટલું જરૂરી છે તો કોઈમાં દાવો કરવામાં આવે છે કે વધુ દૂધ પીવાથી સ્વાસ્થ્ય માટે ક્યા પ્રકારનું નુકસાન થઈ શકે છે. અમૂક લોકોને એમ પણ ખબર નથી હોતી કે દૂધ સાથે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ કે નહીં. જો તમારા મનમાં પણ દૂધને લઈને કોઈ દુવિધા હોય તો આ રહ્યા તમારા સવાલોના જવાબ.

દરરોજ કેટલું દૂધ પીવુ જોઈએ
દરેક માટે એક જ પેરામીટર સાચો નથી હોતો. એટલા માટે દરેક વ્યક્તિએ દૂધ સાથે સંકળાયેલી જરૂરત પણ તેની ઉંમર પર નિર્ભર કરે છે. તેથી ઉંમરના હિસાબે જાણો કે કઈ વ્યક્તિએ કેટલુ દૂધ પીવુ જોઈએ.
1 થી 3 વર્ષ : 1 થી 3 વર્ષના બાળકોને દરરોજ 100 થી 200 મિલિલીટર દૂધ પીવડાવું જોઈએ. જેનાથી તેમની વધતી ઉંમરમાં ઉચિત માત્રામાં કેલ્શિયમ મળી શકે. દૂધ ઉપરાંત બાળકોને દૂધમાંથી બનાવેલ પ્રોડક્ટ પણ આપી શકાય છે.
4 થી 10 વર્ષ : 4 થી 10 વર્ષ સુધીના બાળકોને દરરોજ 200 થી 300 મિલિમીટર દૂધ પીવડાવવું જરૂરી હોય છે. જેનાથી તેમના હાડકા મજબૂત થાય છે. અને તેમને ડેરી પ્રોડક્ટ પણ આપવા જોઈએ.
11 થી 18 વર્ષ : 11 થી 18 વર્ષના બાળકોને દરરોજ ઓછામાં ઓછું 3 કપ દૂધ જરૂર આપવું જોઈએ. કારણ કે તે દરમ્યાન તેમનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે. અને દૂધ તેમાં તેમની મદદ કરે છે.
18 વર્ષથી વધુ ઉંમરના લોકોને : ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચની રિપોર્ટ અનુસાર, 18 વર્ષથી વધુ વયના વ્યક્તિને દરરોજ 1 થી 2 ગ્લાસ દૂધ પીવુ જોઈએ. કારણ કે આ ઉંમરે તેમને દરરોજ 600 મિલીગ્રામ કેલ્શિયમની જરૂરત હોય છે.

દૂધ સાથે આ વસ્તુઓનું સેવન કરવું નહીં
દૂધ સાથે ક્યારેય ન ખાવા ફળ
ઘણા લોકોને બનાના શેક, મેંગો શેક, સ્ટ્રોબેરી શેક જેવી વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ આયુર્વેદ સાથે જ એક્સપર્ટનું કહેવું છે કે, દૂધને ફળો સાથે મિલાવી ક્યારેય પણ તેનું સેવન કરવું જોઈએ નહીં. આયુર્વેદનું માનીએ તો દૂધની તાસીર ઠંડી હોય છે. જ્યારે કેળા, સ્ટ્રોબેરી, કેરી વગેરે ફળોની તાસીર ગરમ હોય છે. એવામાં ગરમ અને ઠંડી તાસીર વાળી વસ્તુઓને એક સાથે મિલાવી ખાવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. અને આજ કારણે અપચો, શરદી, ઉઘરસ, એલર્જી અને રેશીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
દૂધ સાથે ક્યારેય ખાટી વસ્તુઓનુ સેવન કરવું નહીં
વિટામીન સી થી ભરપૂર અથવા કોઈ ખાટા ફળ જેવા કે, સંતરા, લીંબુ, મોસંબી, આંબળા, ગ્રીન એપલ, અનાનસ, ચેરી વગેરેનું દૂધ સાથે ક્યારેય સેવન કરવું જોઈએ નહીં. આયુર્વેદનું માનીએ તો એવું કરવાથી દૂધ વિષેલું થઈ શકે છે. અને તમારા પાચન સાથે જ સ્કીન સાથે સંકળાયેલ બિમારીઓનું જોખમ પણ વધુ રહે છે.
READ ALSO
- જરૂરી / આવનાર 9 દિવસમાં 5 દિવસ બેંકો રહેશે બંધ, જરૂરી કામ હોય તો જલદી કરો નહીં તો પડશે બેંકનો ધરમધક્કો
- હેલ્થ ટિપ્સ / શું થોડુ જમવાથી પણ થાય છે એસિડિટીની સમસ્યા, તો કરો આ ઉપાય અને મેળવો રાહત…
- કામના સમાચાર/ SBI વેપારીઓ માટે લાવી ખાસ યોજના, સૌથી ઓછી શરતો અને સસ્તા વ્યાજે આપશે 50 લાખ રૂપિયા સુધીની લોન
- Good News: રિઝર્વેશન વિના પણ હવે ટ્રેનમાં કરી શકાશે મુસાફરી પણ રેલવે ખિસ્સાં ખંખેરી લેશે, પેસેન્જર ટ્રેનમાં પણ ટિકિટના ભાવ વધ્યા
- સબક/ રૂપિયા જોઈને મિસ્ત્રીએ ઘડ્યો લૂંટનો પ્લાન : પરિવારજનોને લૂંટ માટે મધ્યપ્રદેશથી બોલાવ્યા: પોલીસે આ રીતે કર્યો આ લૂંટનો પર્દાફાશ