આ વળી કેવું ગણિત! ભારતને હરાવવા માટે ઑસ્ટ્રેલિયા 30 વર્ષ પાછળ જતુું રહ્યું, કર્યું એવું કે…

વનડે સીરીઝમાં હવે ભારત અને ઑસ્ટ્રેલિયા એકબીજાનો સામનો કરવાનાં છે. 12મી જાન્યુઆરીએ સિડનીમાં પ્રથમ વનડે છે. ભારતે ઐતિહાસિક રીતે ટેસ્ટ શ્રેણી 2-1 જીતી લીધી છે. હવે ઑસ્ટ્રેલિયાની ટીમ આ ત્રણ વનડે જીતવા માટે અને નાક રાખવા માટે પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયાની ટીમ કંઈક અલગ લૂકમાં જોવામાં આવી રહી છે. અથવા એમ કહો તો ચાલે કે આ ત્રણ વનડે મેચોમાં ઑસ્ટ્રેલિયાની એ ટીમ હશે કે જેણે 1986માં એલન વોર્ડરની કેપ્ટનશીપમાં હતી. તેમાં લીલા અને સુવર્ણ રંગના યુનિફોર્મની રચના કરવામાં આવી હતી. ત્યારે ભારત સાથે વનડે શ્રેણી રમાઈ હતી.

હવે એરોન ફિંચની કપ્તાનીમાં ઑસ્ટ્રેલિયાની ટીમ નવા દેખાવમાં આવી રહી છે. તેને રેટ્રો દેખાવ આપવામાં આવ્યો છે. રેટ્રો એટલે જૂનો. પાછલુ વર્ષ ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ ખરાબ રહ્યું છે અને હવે આ ટીમ નવા વર્ષમાં નવી જર્સી સાથે અને નવી ઉત્તેજના સાથે જોવામાં આવી રહી છે. આ માટે ટીમ 33 વર્ષ પાછળ જતી રહી છે. ટીમ ઑસ્ટ્રેલિયાએ 1986માં ભારત સામે શ્રેણીમાં પહેરવામાં આવેલી જર્સી હવે ફરીથી તેઓએ તૈયાર કરી છે. ટીમની કીટ અપડેટ કરવામાં આવી છે અને હવે સ્પોન્સરો પણ બદલાયા છે.

હતુ એવું કે વર્લ્ડ સિરીઝ કપ ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 1986ના રોજ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ભારતે ભાગ લીધો હતો. સફેદ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્રણેય ટીમોએ આ ટુર્નામેન્ટને રંગબેરંગી કપડામાં રમી હતી. ટુર્નામેન્ટનો વિજેતા બેસ્ટ ઓફ થ્રી દ્વારા નક્કી કરાયો હતો. પ્રથમ બે ફાઇનલ્સમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 11 રન અને 7 વિકેટથી હરાવી હી. આ જર્સીમાં ટીમ ઑસ્ટ્રેલિયાએ વિશ્વ કપમાં પ્રથમ વખત 1987માં ઈંગ્લેન્ડને પણ હરાવ્યું હતું.

ટીમના ઝડપી બોલર પીટર સિડલે આ અંગે કહ્યું છે કે જર્સી ખૂબ મજેદાર છે અને ટીમની ભાવના બદલશે. સિડલે કહ્યું હતું કે તે ત્યારે 1 વર્ષનાં હતા કે જ્યારે 1986માં ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ સીરીઝ કપમાં આ જર્સીમાં ભારતને હરાવ્યું હતું. એ જ પ્રેસ કોન્ફરન્સમાં વનડેનાં કેપ્ટન એરોન ફિંચને આ કિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફિંચે કહ્યું હતું કે તેમને આશા છે કે અમે આ રેટ્રો કિટમાં અવશ્ય જીતીશું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter