GSTV

ઓઈસ્ટર મશરૂમની ખેતી કરશો તો કેટલી આવક મળશે ? જાણો આ ખેડૂત પાસેથી

મશરૂમ. મોટાભાગે ચોમાસામાં ઊગી નીકળતા બીલાડીના ટોપ કે જેને બટન મશરૂમ કહેવાય છે…. જ્યારે હાલ તમે જે ટી વી સ્ક્રિન પર જોઈ રહ્યા છો તે ઓઈસ્ટર મશરૂમ છે.. ખાદ્ય ખોરાકમાં મશરૂમનું પણ આગવું સ્થાન બની રહ્યું છે…. ત્યારે સાહસિક ખેડૂતો કંઈક નવીન ખેતી સાથે માર્કેટ કરીને ઉત્તમ આવક લેવામાં પાછા પડતા નથી.

અર્થશાસ્ત્રમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર ડીસા તાલુકાનાં વડાવળ ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનલાલ માળીએ આ વર્ષે મશરૂમની ખેતી અપનાવી છે. મોહનલાલનો પરિવાર વર્ષોથી પારંપારિક ખેતી કરતો આવ્યો છે. પરંતુ તેમણે આ વર્ષે પરંપરાગત ખેતીથી દૂર રહીને થોડું અલગ વિચાર્યું, અને પોતે આ વર્ષે રવિ સિઝનમાં નાસિકથી ઓઈસ્ટર મશરૂમનું બિયારણ લાવીને તેનું વાવેતર કર્યું. જેમાં હાલ ઉત્પાદન ચાલુ છે અને પ્રતિ કિલો 350થી 400 રૂપિયા ભાવે મોટા મોલોમાં વેચાણ થઈ જાય છે.

મશરૂમની ખેતી માટે તાપમાન અને ભેજની જાળવણી મહત્ત્વની બાબત છે. ઓઈસ્ટર મશરૂમની ખેતી એ ખેતી સિવાયના સમયમાં થઈ શકે તેવી પૂરક આવક અપાવતી ખેતી છે. આમ તો ઓઈસ્ટર મશરૂમ ચીન, જાપાન, કોરીયા, તાઇવાન અને થાઈલેંડ જેવા પૂર્વોત્તરના દેશમાં થાય છે. ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે તાપમાનની સાથે સાથે ભેજનું પણ યોગ્ય પ્રમાણ જરૂરી છે, ત્યારે ડીસા જેવા સૂકા પ્રદેશમાં ઓઈસ્ટર મશરૂમની ખેતી કરવી એક ચેલેન્જ સમાન છે. પરંતુ તેમ છતાં મોહનલાલે આ ચેલેન્જ સ્વીકારીને નાસિકથી ઓઈસ્ટર મશરૂમનું બિયારણ લાવી પોતાના ખેતરમાં જ મશરૂમ હાઉસ બનાવીને ખેતી કરી છે. મોહનલાલે તેમના ખેતરમાં આઠ હજારના ખર્ચે મશરૂમના રોપા વાવવા માટે ૫૦ બેગ તૈયાર કરી, આ બેગને મશરૂમ હાઉસમાં બાંધ્યા અને મશરૂમની ખેતીની શરૂઆત કરી છે.

મશરૂમ ઉછેરવા માટે 22 ફૂટ બાય 22 ફૂટનો પ્રકાશ રહિત રૂમ તૈયાર કર્યો… જેમાં ભેજ અને ટેમ્પરેચર જળવાઈ રહે… આ રૂમની અંદરની દિવાલ કંતાનના કોથળાની બનાવી…બહારની બાજુએ પ્લાસ્ટિકનું આવરણ કર્યું છે. મશરૂમ હાઉસમાં ટેમ્પરેચર અને ભેજ મેઈન્ટેન કરવા માટે કંતાનની દિવાલ ઉપર દિવસમાં ત્રણથી ચાર વખત પાણી છંટકાવ કરવાનો રહે છે. મશરૂમની ખેતી માટે ઘઉંના પરાણનું માધ્યમ તૈયાર કરવાનું હોય છે. સહુ પ્રથમ મોહનલાલે ઘઉંના પરાળને ઉકાળીને ફૂગ- જંતુ રહિત બનાવ્યું.

પ્રોસેસ કરેલા પરાળને પ્લાસ્ટિકની બેગમાં ભરીને આ બેગમાં કાણાં પાડીને મશરૂમનું બિયારણ ચોપ્યું. કુલ 50 જેટલી મશરૂમની બેગો તૈયાર કરી છે. 50 બેગોમાં તેઓએ 20 કિલો બિયારણનો ઉપયોગ કર્યો છે. કોથળામાં પરાળ ભરતી વખતે ત્રણ ઈંચના થર પછી બિયારણની રીંગ બનાવવાની હોય છે. એક બેગમાં ચારેક રીંગ મશરૂમ બીજની થાય છે. બેગમાં 5થી 6 કિલો પરાળ ભર્યું છે. મશરૂમનું બિયારણ ચોપ્યાના 14 દિવસમાં તો કોથળા આખા મશરૂમથી ભરાવા લાગ્યા છે. આ સમયગાળા દરમ્યાન મશરૂમના બેગને સૂર્ય પ્રકાશથી દૂર રાખવા ઉપરાંત. મશરૂમ હાઉસમાં તાપમાન અને ભેજનું પ્રમાણ પણ જાળવી રાખવું પડતું હોય છે. બીજ લગાવ્યાના એક માસના સમયગાળા બાદ મશરૂમનું ઉત્પાદન શરૂ થઈ જાય છે.

ડીસાના આ પ્રગતિશીલ ખેડૂતે મશરૂમ હાઉસ તેમજ બિયારણ પાછળ માત્ર આઠ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. મશરૂમના બિયારણના 1 કિલોના 160 રૂપિયા ચૂકવીને 20 કિલો બિયારણનો ઉપયોગ કર્યો છે. વર્તમાન સમયમાં મોહનલાલે મશરૂમનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. અને અત્યારે ડીસાના મોલમાં ઓઈસ્ટર મશરૂમ માંગ હોવાના લીધે ૩૫૦થી ૪૦૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. મશરૂમ તૈયાર થાય તેમ તેને કાપીને બોક્સ પેકિંગ કરીને વેચાણ થાય છે. 1 બોક્સમાં 160 ગ્રામ મશરૃમનું પેકિંગ બનાવે છે. મશરૂમની ખેતીના લીધે તેઓને 45થી 50 દિવસના ગાળામાં જ 35થી 40 હજાર રૂપિયાની આવક મળશે. ત્યારે મશરૂમની આ સફળ ખેતીને જોવા માટે ડીસા સહિત આસપાસના ખેડૂતો પણ તેની મશરૂમની ખેત પધ્ધતિની મુલાકાત લઈ રહ્યા છે.

READ ALSO

Related posts

લોકડાઉનને આગળ વધારવા રાજ્યોની ભલામણ, સંવેદનશીલ રાજ્યો બન્યા સતર્ક

Pravin Makwana

Video:17 વર્ષ બાદ એક્તા કપૂરે હાથમાંથી ઉતારી દીધી વીંટીઓ, મજબૂરી જાણીને સ્ટાર્સ પણ રહી ગયાં દંગ

Bansari

લોકડાઉન : દેશનું અર્થતંત્ર ખોરવાતા બેરોજગારીના દરમાં નોંધપાત્ર થયો વધારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!