GSTV

Cryptocurrency / ભારતીયો પર ક્રિપ્ટોકરન્સી બિલની કેટલી થશે અસર? દેશના લોકોએ કર્યું છે મોટું રોકાણ

ક્રિપ્ટોકરન્સી

Last Updated on November 25, 2021 by Zainul Ansari

ભારત સરકારના ક્રિપ્ટો કરન્સી બિલમાં શું શુ છે. આ બિલ દ્વારા સરકાર સમગ્ર ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવે છે કે નહીં. તે તો બિલ સંસદમાં રજૂ થયા બાદ જ ખ્યાલ આવશે. પરંતુ સરકારે ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવવાની સાથે જે તેના માર્કેટને વ્યાપક અસર થઈ હતી. ત્યારે સરકાર દ્વારા આવનારુ બિલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક બે નહી પરંતુ 40 કરોડ લોકોને અસર કરશે.

ક્રિપ્ટોકરન્સી

સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા ક્રિપ્ટો કરન્સી બિલ પર સમગ્ર દેશની નજર રહેલી છે. ત્યારે સરકારના ક્રિપ્ટોકરન્સી બિલની અસર દેશના 10 કરોડ લોકો પર પડવાની છે. જેઓએ કોઈને કોઈ પ્રકારે ક્રિપ્ટોકરન્સીમાં પોતાના રૂપિયા લગાવ્યા છે. જો એમ માનવામાં આવે કે એક પરિવારમાં ચારેક લોકો છે. તો આ બિલની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશના 40 કરોડ લોકોને અસર થશે.

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધના અહેવાલ બાદ લોકો તેમના તરફ પણ મીટ માંડી બેઠા છે. જે લોકો માટે ક્રિપ્ટો કરન્સી લે-વેચનું માધ્યમ છે. ભારતના લોકોએ ડીજીટલ કરન્સીમાં 70 હજાર કરોડ રૂપિયા રોક્યા છે. જોકે ક્રિપ્ટો એક્સચેન્જ તો એવો પણ દાવો છે કે આ બજારમાં ભારતીયોના છ લાખ કરોડ રૂપિયા લાગેલા છે. જો આ આંકડો સાચો હોય તો તે ભારતની કુલ જીડીપીના ત્રણ ટકા અને ભારતના વાર્ષિક બજેટના 17 ટકા રૂપિયા છે. જે લોકોએ ક્રિપ્ટોમાં લગાવી રાખ્યા છે. ભારતમાં આ સમયે લગભગ 10 એવા મુખ્ય ક્રિપ્ટો એક્સચેન્જ છે. જેના દ્વારા લોકો ક્રિપ્ટો કરન્સી ખરીદે છે કે વેચે છે. આ રીતે ખરીદ વેચાણમાં એક્સચેન્જર્સ રોકાણકારો પાસેથી ફી વસુલે છે. જોકે આ ફી સામાન્ય હોય છે, પરંતુ તે ક્રિપ્ટો એક્સચેન્જથી કમાવવાની મોટી રીત પણ છે.

Read Also

Related posts

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!