GSTV
Home » News » સોનું ખરીદવા માટે આ છે સરકારી નિયમો, અવગણના કરી તો જેલમાં જશો

સોનું ખરીદવા માટે આ છે સરકારી નિયમો, અવગણના કરી તો જેલમાં જશો

સોનું ખરીદવું શુભ મનાય છે. જ્વેલર્સ પણ અલગ-અલગ સ્કિમ, ડિસ્કાઉન્ટ હાલમાં ઓફર કરી રહ્યા છે. પરંતુ હવે સોનું ખરીદતા પહેલા સોનું ખરીદવાના નિયમો જાણવા જરૂરી છે. નોટબંધી બાદ લોકો પોતાના કાળા નાણાંથી સોનું મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા હતા. સરકારે 2016માં લોકસભામાં આવકવેરા સંશોધન બિલ રજુ કર્યું તે દરમિયાન દાગીના અને સોના પર કર અંગેનો લોકોનો ભ્રમ દુર કર્યો હતો.

પાનકાર્ડની ડીટેલ આપવી પડશે 

જો તમે 2 લાખ રૂપિયાથી વધુની સોનાની રોકડમાં ખરીદી કરો તો તમારે તમારા પાન કાર્ડની વિગત આપવી પડશે. અને એનો સીધો મતલબ છે કે, ખરીદી પર ટેક્સ લાગશે. નક્કી કરેલી રકમ મૂજબ જ થશે ખરીદી  તમે તમારી નક્કી કરેલ રકમથી સોનાની ખરીદી કરી શકો છો. જેના માટે કોઈ પણ સીમા નક્કી કરવામાં આ નથી. નક્કી કરેલ રકમ એટલે કે તમારા આરઈટીમાં જે રકમ સોનાની ખરીદી માટે નક્કી કરી છે. સ્ત્રોત ના બતાવ્યો તો જપ્ત થઇ જશે

સોનું  આયકર વિભાગની રેડ દરમિયાન જો બહુ વધુ પ્રમાણમાં સોનું મળે તો ખુલાસો આપવો પડશે કે આ સોનું ખરીદવા માટે તમારી પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા. અને જો આવકનો સ્ત્રોત બતાવામાં નહિ આવે તો તમારા દ્વારા ખરીદવામાં આવેલુ તમામ સોનું જપ્ત કરી દેવામાં આવશે. સરકાર દ્વારા નક્કી કરેલા આંકડા મુજબ વિવાહિત મહિલા પાસે 500 ગ્રામ અને અવિવાહિત મહિલા પાસે 250 ગ્રામ અને પરિવારના પ્રત્યેક પુરુષ પાસે 100 ગ્રામ સોનાના ધરેણા હોવા જોઇએ.

22 કેરેટની કિંમત લઈને 18 કેરેટનું સોનું ન પધરાવી દે

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બજારોમાં ભરપુર ડિસ્કાઉન્ટ અને ઓફરો ચાલી રહી છે. ઘરેણા સાથે સિક્કા અને અન્ય ભેટ આપાઈ રહી છે અને ક્યાંક મેકીંગ ચાર્જ પર સો ટકા છુટ આપવામાં આવી રહી છે. વેચાણ વધારવા માટે અપાતા આવી લોભામણી જાહેરાતોથી લોકો ભાવ અને પ્યોરિટીમાં છેતરાઈ જાય છે. માર્જિન જે જ્વેલર્સ વર્ષભર 20થી 30 ટકા માર્જિન ચાર્જ લગાવે છે. જો તે આજે ઝીરો પર્સન્ટ ચાર્જ લગાવી રહ્યા છે તો તેના માર્જિનને કોઈ બીજી રીતે તમારી પાસેથી વસુલ કરી લેશે. કેમ કે, જ્વેલરી મેકીંગમાં સોનીને પોતાને 8થી 10 ટકા જેટલો ખર્ચ આવતો હોય છે. જેમાં આટલી મોટી ખોટ તેને ન પરવડે. શુદ્ધતા એવું બને કે તમારી પાસેથી 22 કેરેટની કિંમત લઈને 18 કેરેટનું સોનું પધરાવી દે.

ગ્રાહક પાસે શુદ્ધતા પરખવા હોલમાર્ક સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

એક અન્ય પરિબળ સોનામાં લાગેલા સ્ટોન, જેમ્સ અને ડાયમન્ડનું પણ છે. જ્વેલર સોનામાં લગાવેલ સ્ટોન, જેમ્સ અને ઝીણી ડિઝાઈનમાં વધુ માત્રામાં મિશ્ર ધાતુ ભેળવી દે. જેથી બધું સરભર થઈ જાય. દેશમાં જ્વેલરીની કિંમત નક્કી કરવાનું કોઈ સ્ટાન્ડર્ડ માપદંડ નથી. ગ્રાહક પાસે શુદ્ધતા પરખવા હોલમાર્ક સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોમટ્રેન્ડર્સ રિસર્ચના ડાયરેક્ટર ટી જ્ઞાનશેખરે કહ્યું હતું કે, ફિજિકલ ગોલ્ડમાં સિક્કો, બાર કે અન્ય ફોર્મમાં લેવામાં આવે તો શુદ્ધતાની ચિંતા નથી પરંતુ  જ્વેલરીમાં પર મળતા મસ મોટા ડિસ્કાઉન્ટ પાછળ કારણ હોઈ શકે છે. આવા સંજોગોમાં ગ્રાહકે શુદ્ધતાની ખાતરી કરવી જોઈએ.

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!