ભારત તહેવારોનો દેશ છે, અહીં અનેક એવા તહેવારો છે, જ્યારે લોકો શુભ અવસરમાં ખરીદી કરવાનું લાભદાયી માનતા હોય છે. જેમાં સોનાની ખરીદી કરવા પર લોકો વધારે ભાર આપતા હોય છે. જો કે, સુખી અને સંપન્ન લોકો તો વધુ માત્રામાં પણ સોનુ ખરીદતા હોય છે. પણ સવાલ એ થાય કે, ભલે ગમે તેટલા સુખી અને સંપન્ન હોઈએ પણ ઘરમાં કેટલુ સોનુ રાખી શકીએ, અને ઈન્કમ ટેક્સમાંથી કઈ રીતે બચી શકાય. ટેક્સના જાણકારોની માનવુ છે કે, જો તમે સોનાનો સોર્સ બતાવવામાં સક્ષમ હોઉ તો, તમારા ઘરમાં કેટલુ પણ સોનુ હોય તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
તમે ઈચ્છો તેટલુ સોનુ અને આભૂષણો ઘરમાં રાખી શકો છો, બસ તેનો યોગ્ય સોર્સ તમારે જણાવો પડે છે. જો કે, ઈન્કમ ટેક્સ તપાસ દરમિયાન જો તમારા કમાવાની ક્ષમતા અને તમારી પાસે રહેલુ સોનુ વધારે હોય તો તે જપ્ત થઈ શકે છે. તમારા પર ઈન્કમ ટેક્સના નિયમ મુજબ કાર્યવાહી પણ થઈ શકે છે.
પ્રતિ વ્યક્તિ કેટલુ રાખી શકે સોનુ
લગ્ન કરેલી મહિલાઓ માટે 500 ગ્રામ સોનુ રાખી શકે, જ્યારે અપરિણીત મહિલાઓ 250 ગ્રામ સોનુ રાખી શકે છે. જ્યારે કોઈ પણ પુરુષ પોતાની પાસે વધુમાં વધુ 100 ગ્રામ સોનુ રાખી શકે છે. આ વાત પરથી એટલુ તો સ્પષ્ટ થાય છે કે, તમારી પાસે જો યોગ્ય પ્રુફ અને પુરાવા હોય તો, તમે ગમે તેટલુ સોનુ અને આભૂષણો રાખી શકો છો.
નક્કી કરેલી મર્યાદાથી વધારે જો સોનુ રાખશો તો…
તમારા પાસે ભલે ગમે તેટલા પ્રમાણમાં સોનુ કે અન્ય કિંમતી આભૂષણો હોય, જો તેના માટેના પુરતા પુરાવા અને સોર્સ તમારી પાસે હોય અને આ બાબતની તમે સાબિત કરી શકો અને માહિતી આપી શકો ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બાબતને લઈ કોઈ મુશ્કેલી આવી શકશે નહીં.
બની શકે કે, જો તમારી પાસે નિર્ધારીત મર્યાદા કરતા વધારે પ્રમાણમાં સોનુ હોય અને ઈન્કમ ટેક્સ રિટર્નમાં આવકના સ્ત્રોત દર્શાવવા પડે છે.કઈ આવકમાંથી રોકાણ કર્યુ છે, તેના પુરાવા આપવા પડશે. ત્યારે બીજી પણ એક મુશ્કેલી આવી શકે છે જો તમે સોનુ ખરીદ્યુ હશે તો તેના બિલ રજૂ કરી શકો, પણ વારસામાં મળેલા સોનાના પુરાવા સાબિત કરવા અડચણો આવી શકે છે. ત્યારે વારસામાં મળેલા સોના અને ભેટમાં મળેલા સોના માટે ક્યા પ્રકારના પુરાવા આપવા પડે છે તે પણ જાણી લેવુ જોઈએ.
ગીફ્ટ કે વારસામાં મળેલા સોના માટે ગીફ્ટ આપના વ્યક્તિના નામ સાથેની રસીદ અથવા તો બિલ રજૂ કરી શકાય અથવા તો વારસામાં મળેલા સોના માટે વહેચણી સમયે થયેલા સમાધાન, કરાર કે લેખિત પુરાવા અથવા વિલ રજૂ કરી શકો.જેમાં મુળ માલિક પાસેથી થયેલી હસ્તાંતરણની નોંધણી હોય.
READ ALSO
- આકરી કસોટી/2020નો કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ જાહેર : ભારત આ નંબરે, આ 2 દેશોમાં છે નહિવત ભ્રષ્ટાચાર
- મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા, રાજકારણમાં અટકળો શરૂ
- કાર્યવાહી/ ગુજરાતમાં કોરોના રેપિડ ટેસ્ટના નામે ફર્જિવાડો, ડોક્ટર સહિત 3 કર્મચારીઓ ભરાઈ ગયા
- ઢળતી ઉંમરે પેંશનની સમસ્યામાંથી મળશે છુટકારો! 1 એપ્રિલથી શરૂ થઈ રહી છે આ પેંશન યોજના, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો
- બમ્પર વળતર/ પીએમ મોદીએ પણ 8.43 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ યોજનામાં કરો રોકાણ, પોસ્ટઓફિસની છે આ ઉત્તમ યોજના