નિક-પ્રિયંકાના લગ્નસ્થળનો ખુલાસો, દીપ-વીરના લગ્ન કરતા પણ વધુ ખર્ચ, જાણો આંકડો

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નનો કાર્યક્રમ 29 નવેમ્બરે શરૂ થશે. 2 ડિસેમ્બરે અભિનેત્રી નિક સાથે જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરશે. નિકનો ભાઈ પોતાના પાર્ટનર સાથે ભારત આવી ગયો છે. ઉમ્મેદ ભવનમાં 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દેશી ગર્લના લગ્નની વિધિઓ ચાલશે. અહેવાલ મુજબ, આ 5 દિવસ માટે આખા ઉમ્મેદ ભવનને બુક કરવામાં આવ્યું છે. પ્રિયંકા-નિકના શાહી લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. વેન્યૂ બુકિંગ અને પ્રી વેડિંગ ફંકશન પર થતા ખર્ચ પર એક નજર નાખીએ.

પ્રિયંકાની પ્રી-વેડિંગ સેરેમની જેમકે હલ્દી, મહેન્દી અને સંગીત મેહરાનગઢ કિલ્લામાં થશે. સૂત્રો મુજબ, દંપત્તિએ 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મેહરાનગઢ કિલ્લાને બુક કર્યો છે. આ 3 દિવસ માટે આ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ રહેશે.

પ્રિયંકા અને નિકનો પરિવાર જોધપુર એરપોર્ટ પરથી ઉમ્મેદ ભવન ચોપર દ્વારા જશે. પેલેસમાં 64 આલીશાન રૂમ અને સૂઈટ છે. જેમાં 22 પેલેસ રૂમ અને 42 સુઇટ છે. આ પેલેસને હવે હોટલની જેમ ચલાવવામાં આવે છે. DNAએ પોતાના એક રિપોર્ટમાં હોટલ અધિકારીઓ સાથે વાતચીતના આધારે વેન્યૂની બુકિંગ કિંમતનો ખુલાસો કર્યો છે.

એક દિવસ માટે પેલેસ રૂમની કિંમત 47,300 હજાર છે. તો ઐતિહાસિક સૂઈટ માટે 65,300 રૂપિયા, રૉયલ સૂઈટ માટે 1.45 લાખ, ગ્રાન્ડ રૉયલ સૂઈટ માટે 2.30 લાખ અને પ્રેજિડેન્શિયલ સૂઈટ માટે 5.04 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. આ કિંમતોમાં ટેક્સનો સમાવેશ કરાયો નથી.

એવામાં આખી હોટલનો એક દિવસનો ખર્ચ લગભગ 64.40 લાખ રૂપિયા છે. પ્રિયંકાએ 5 દિવસ માટે હોટલ બુક કરાવી છે. એવામાં પ્રિયંકા-નિકે હોટલ માટે અંદાજે 3.2 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. 3.2 કરોડમાં સેરેમની સાથે જોડાયેલો બીજો ખર્ચ, ખાવા-પીવાનો ખર્ચ, મેહરાનગઢ કિલ્લામાં ત્રણ દિવસ સુધી ચાલનારી વિધિનો ખર્ચ સામેલ નથી. મેહરાનગઢ કિલ્લાના મેનેજમેન્ટ અધિકારીએ DNAને ત્યાંના બુકિંગ ખર્ચ વિશે જણાવ્યું, મેહરાનગઢ કિલ્લામાં થતી સેરેમની માટે 10 લાખ સેટઅપમાં ખર્ચ થશે. કેટરિંગનો ચાર્જ 18,000 રૂપિયા વ્યક્તિદીઠ ચૂકવવા પડશે.

પ્રિયંકાએ મેહરાનગઢ કિલ્લામાં ત્રણ દિવસના કાર્યક્રમ માટે 30 લાખ અને કેટરિંગ માટે 43 લાખ રૂપિયા આપવા પડશે. એવામાં પ્રિયંકાના લગ્નના પ્રી-વેડિંગના કાર્યનો કુલ ખર્ચ 73 લાખની નજીક થશે. વેન્યૂની કિંમત અને પ્રી-વેડિંગ વિધિને મેળવીને પીસી-નિકે અંદાજે 3.93 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

બીજીતરફ અહેવાલ છે કે પ્રિયંકા-નિકના લગ્નના સમારંભની શરૂઆત નાની પૂજાથી થશે. મહેન્દી અને બાકીની વિધિ શરૂ થતા પહેલા મુંબઈમાં બંને એક પૂજા રાખશે. આ પૂજા 28 નવેમ્બરે થશે. લગ્ન હિંદૂ અને કિશ્ચિયન પરંપરા અનુસાર થવાની ચર્ચા છે. લગ્ન બાદ બે રિસેપ્શન યોજાશે. રિસેપ્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈમાં યોજાશે. તો બીજું રિસેપ્શન દિલ્હીમાં યોજાશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter