GSTV
India

માંસનું વધી રહ્યું છે પ્રચલન, સંસાધનોને લઇને હિમાલય-કોંગો પર ખતરો

સતત વધી રહેલા માંસના ઉપયોગને કારણે હવે દુનિયાના કેટલાક મહત્વપૂર્ણ અને નબળા વિસ્તાર વિનાશ તરફ આગળ વધી રહ્યા છે. એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પશુઓને ચારો ઉપલબ્ધ કરાવવા માટે ઘણી વધારે જમીનની જરૂર ઉભી થઈ હોવાથી હવે હિમાલય અન કૉન્ગો જેવા વિસ્તારો બરબાદ થઈ રહ્યા છે.

વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડે જણાવ્યું છે કે પશ્ચિમી દેશોના ખાનપાનના પ્રચલનમાં વધારો થવાથી મોટા પ્રમાણમાં માંસ અને ડેરી ઉત્પાદનોની માગણી વધી છે. આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે યુરોપિયન યુનિયનના આકાર કરતા પણ દોઢ ગણા માટો વિસ્તારને પશુઓના ચારા માટે ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. પશુ ઉત્પાદનોના વૈશ્વિક ઉપયોગને પોષણ સંબંધિત જરૂરિયાતો સુધી મર્યાદીત કરામાં આવે તો પણ આટલો મોટો વિસ્તાર ચારા માટે ઉપલબ્ધ કરાવવો પડશે.

એપિટાઈટ ફોર ડિસ્ટ્રક્શન નામના એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પશુ ઉત્પાદનોના ઉપયોગના વધવાને કારણે હવે મોટા પ્રમાણમાં જમીનનો ઉપયોગ પાક માટે થઈ રહ્યો છે. તેમાં એમઝોન, કૉંન્ગો બેસિન અને હિમાલય જેવા વિસ્તારો પરનો ખતરો વધી ગયો છે. આવા વિસ્તારો પહેલેથી જ  જળ અને અન્ય કુદરતી સંસાધનોનું મોટું દબાણ સહન કરી રહ્યા છે.

ડબલ્યૂડબલ્યૂએફના અહેવાલ મુજબ પશુ ઉત્પાદનોના ઘણાં મોટા ઉપયોગ માટે ધરતી પર જૈવ વિવિધતામાં આવેલો 60 ટકાનો ઘટાડો જવાબદાર છે. યુકેની ઈન્ડસ્ટ્રી 33 પ્રજાતિઓના વિલુપ્ત થવા માટે જવાબદાર છે. ડબલ્યૂડબલ્યૂએફની ફૂડ પોલિસી મેનેજર ડંકન વિલિયમસને જણાવ્યુ છે કે દુનિયાભરમાં લોકો જરૂરતથી વધારે પશુઓ પાસેથી મળી રહેલું પ્રોટીન લઈ રહ્યા છે અને તેની વન્યસૃષ્ટિ પર વિનાશકારી અસરો થઈ રહી છે. ઘણાં લોકો જાગરૂક છે કે માંસ આધારીત ભોજનની જળ અને જમીન પર અસર પડે છે. આ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનું કારણ પણ બને છે. પરંતુ ખૂબ જૂજ લોકોને આ પશુઓને ચારો ઉપલબ્ધ કરાવવા માટે પાક ઉગાડવાની જમીનની જરૂરતના કારણે પડનારી મોટી અસરોની ખબર છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2010 સુધી સોયાનું એટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હતું કે બ્રિટિશ લાઈવસ્ટોક ઈન્ડસ્ટ્રીને યોર્કશર શહેર જેટલા મોટા વિસ્તારમાં પશુઓને ખવડાવવા માટે સોયા ઉત્પાદનની જરૂરત હતી. મીટના ઉપયોગના વધવાને કારણે સોયાનું ઉત્પાદન પણ 2050 સુધીમાં 80 ટકા વધવાની આશા રાખવામાં આવી છે.

Related posts

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

શું 51 વર્ષ બાદ કોંગ્રેસને દલિત અધ્યક્ષ મળશે ?

Hemal Vegda

મલ્લિકાર્જુન ખડગેના રાજીનામા બાદ રાજ્યસભામાં નેતા બનવા કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ

GSTV Web Desk
GSTV