GSTV
Home » News » કેજરીવાલનું વધ્યું ટેન્શન, બિહારમાં લગ્નની સિઝન બગાડી શકે છે આમ આદમી પાર્ટીનું ગણિત

કેજરીવાલનું વધ્યું ટેન્શન, બિહારમાં લગ્નની સિઝન બગાડી શકે છે આમ આદમી પાર્ટીનું ગણિત

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં મતદાન પહેલાં તેમની ઊંઘ ઉડી ગઈ છે. જ્યારે ત્યાં 12 મી મેના રોજ મતદાન છે, પરંતુ કેજરીવાલના મતદારો ગાયબ છે. હકીકતમાં, દિલ્હીમાં ઉનાળામાં રજાઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત બિહારમાં પણ લગ્નની મોસમ ચાલી રહી છે. જ્યારે બિહારમાં રહેતા ઘણા લોકો તેમના વતનમાં ગયા છે. તેથી તેઓ મત આપી શકશે નહીં. ત્યારે તેનું નુકસાન આમ આદમી પાર્ટીએ ઉઠાવવું પડી શકે છે.

દિલ્હીમાં પૂર્વાંચલનાં મોટી સંખ્યામાં લોકો રહે છે. 2015 ની વિધાનસભાની ચૂંટણીઓમાં, આમ આદમી પાર્ટીએ 70 બેઠકોમાંથી 15 બેઠકોમાં પૂર્વાંચાલનાં લોકોને ટિકિટ આપી હતી. કેજરીવાલએ આ જ ફોર્મ્યુલાને 2017 ની બોડી ચૂંટણીમાં અપનાવ્યું હતું. આમ છતાં આપ આ ચૂંટણી જીતી ન હતી, પરંતુ તેઓ કોંગ્રેસને પાછળ છોડીને બીજા સ્થાને હતી. દિલ્લીમાં 33.5% મતદારો પૂર્વાંચલનાં છે.

દિલ્હીમાં કુલ 1.36 કરોડ મતદારો છે. લગભગ 33.5 ટકા મતદારો પૂર્વાંચાલથી છે. લગભગ 24 ટકા મતદારો ચાંદની ચોકમાં છે. જ્યારે પૂર્વ દિલ્હીમાં આની સંખ્યા 41 ટકા છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ સંખ્યા લગભગ 40 ટકા છે. જ્યારે નવી દિલ્હીમાં 34 ટકા મતદારો પૂર્વાંચાલનાં છે.

તેથી ત્રણે પક્ષોએ પૂર્વાંચલના ઓછામાં ઓછા એક ઉમેદવારને ટિકિટ આપી છે. આ કિસ્સામાં, મહાબલ મિશ્રા (કૉંગ્રેસ-પશ્ચિમ દિલ્હી), મનોજ તિવારી (ભાજપ-ઉત્તરપૂર્વ દિલ્હી), દિલીપ કુમાર પાંડે (આપ- ઉત્તર પૂર્વ દિલ્હી) ને ટિકિટ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!