GSTV
Home » News » કેટલા નાખુશ હશે? પી. ચિદમ્બરમને સરકાર એટલી મોટી ઓફર આપે તો પણ એ રાજીનામું આપી દે

કેટલા નાખુશ હશે? પી. ચિદમ્બરમને સરકાર એટલી મોટી ઓફર આપે તો પણ એ રાજીનામું આપી દે

વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમે અર્થતંત્રની વર્તમાન સ્થિતીને ચિંતાજનક કહી છે. શુક્રવારે તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારમાં હું નાણા પ્રધાન તરીકે હોત તો મેં રાજીનામું આપી દીધુ હોત. ચિદમ્બરમે એ પણ જણાવ્યું હતું કે એકાઉન્ટ / વચગાળાનું બજેટમાથી આગામી સામાન્ય ચૂંટણીમાં સરકાર લોકોને લોભાવવા માટે લાલચ આપી શકે. પરંતુ તેની કોઈ જ અસર થશે નહીં કારણ કે લોકો સમજે છે કે સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં કશું કર્યું નથી.

એક પ્રશ્નનાં જવાબ આપતાં ભૂતપૂર્વ નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, ” અમે આ સરકાર તરફથી કંઈપણ અપેક્ષા રાખતા નથી. ચૂંટણી નજીક છે. 60 દિવસમાં આ સરકાર અર્થતંત્ર સુધરે તેવી કોઈપણ વસ્તુ કરી શકશે નહીં. અર્થતંત્રની સ્થિતિ ખૂબ ખરાબ છે. દરેક ઇન્ડેક્સ ચિંતામાં મૂકી દેશે. હવે આપણે આગામી સરકારમાં વિશ્વાસ રાખવો પડશે. “

ચિદમ્બરમે કહ્યું કે તેમનો અંદાજ છે કે છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વખતે પણ સરકાર રાજકોષીય ખાધને ઘટાડવાના ધ્યેય સુધી પહોંચવામાં નિષ્ફળ જશે. ચિદમ્બરમે એવો દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં નોટબંધી કરીને ખોટી રીતે નિર્ણય લેવા અને ખોટી રીતે જીએસટી અમલમાં મૂકવા ઉપરાંત, આ સરકારે કંઇ એવું કર્યું નથી કે જેનો ઉલ્લેખ કરી શકાય.

ભૂતપૂર્વ નાણાં પ્રધાનએ જણાવ્યું હતું કે, “જો તેઓ ચૂંટણી જીતવા માટે કેટલીક જાહેરાત કરે છે, તો મને નથી લાગતું કે તેની કોઈ અસર થશે.” લોકો મૂર્ખ નથી. લોકો જાણે છે કે ચાર વર્ષમાં કશું થયું નથી ત્યારે હવે શું કરશે. “જ્યારે પૂછવામાં આવ્યું કે આ સરકારમાં તેઓ નાણામંત્રી હોય તો કેવા પગલા લેશો. ત્યારે ચિદમ્બરમે કહ્યું કે,” જો હું એનડીએ સરકારમાં નાણા પ્રધાન હોવ તો રાજીનામું આપી દવ. ‘

ચૂંટણીઓના સંદર્ભમાં સરકાર મોટી જાહેરાત કરી શકે છે કે નહીં તે પ્રશ્નના જવાબમાં ચિદમ્બરમે કહ્યું હતું કે, ચૂંટણી પહેલાં જ એક કે બે નાના ફેરફારો અથવા ઘોષણાઓ થતી રહેતી હોય છે. પરંતુ કોઈ મોટી ઘોષણાઓ નથી થતી. જુઓ આ લોકો શું કરે છે. મને નથી લાગતું કે આ સરકાર પેટર્નમાં માને છે. તે તેના પોતાના જ પેટર્ન બનાવે છે. ‘

READ ALSO

Related posts

સ્ટાલિને લગાવ્યો ગંભીર આરોપ, આ લોકોની છૂપી રીતે મદદ કરે છે કેન્દ્ર સરકાર

Path Shah

ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ, બોમ્બે હાઈકોર્ટે મેડિકલ રિપોર્ટ માંગ્યો

Mansi Patel

‘માટલું અહિં છે, પાણી ક્યાં છે?’ તમિલનાડુમાં જળ સંકટ ઘેરૂ બન્યું, જેલભરો આંદોલનની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!