GSTV
Health & Fitness Life Trending

Health/ એક દિવસમાં કેટલા અખરોટ ખાવું જોઈએ ? જાણો એના સેવનની યોગ્ય રીત

પોષક તત્વોથી ભરપૂર અખરોટને ડાઈટમાં સામેલ કરવું તમને ઘણા પ્રકારના ફાયદા આપી શકે છે. આ હાર્ટ હેલ્થને સારું રાખવા સાથે હાડકાને મજબૂત કરે છે અને ઇમ્યુનીટીને પણ વધારે છે. જો કે કેટલી માત્રામાં અખરોટ ખાવું તમારા માટે ફાયદાકારક હોય શકે છે, એ પણ તમારે જાણવું જોઈએ, કારણ કે વધુ માત્રાઆ અખરોટ ખાવું તમને નુકસાન પહોંચાડી શકે છે.

ખાવાની રીત

મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ બધા ડ્રાય ફ્રુટ્સમાં હોય છે અને ઓમેગા 3 ફેટી એસિડ પણ અખરોટમાં સારી માત્રામાં જોવા મળે છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. દિવસમાં ઓછામાં ઓછા 4 અખરોટ ખાવાથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે, પરંતુ જો તમારી પાચનશક્તિ નબળી છે તો દિવસમાં માત્ર એક જ અખરોટ ખાઓ. અખરોટ ખાવાની સાચી રીત એ છે કે તેને આખી રાત પલાળી રાખો અને સવારે તેને ખાઓ.

અખરોટ

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પલાળેલા અખરોટનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ છે. આ રીતે અખરોટનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે. રોજ સવારે અખરોટ ખાવાથી એનર્જી મળે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

અખરોટમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ અખરોટનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મળે છે. અખરોટમાં અસંતૃપ્ત ચરબી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઓમેગા-3 આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) હોય છે, જે શરીર માટે અત્યંત ફાયદાકારક છે.

દરરોજ 4 અખરોટ ખાવાથી કેન્સર, સ્થૂળતા, ડાયાબિટીસનું જોખમ ઘટશે. તે જ સમયે, તેનું નિયમિત સેવન વજન ઘટાડવા, પ્રજનન સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે પણ સારું માનવામાં આવે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

અખરોટનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે કબજિયાતને દૂર કરીને પાચનક્રિયા પણ સારી રાખે છે.

કેન્સરનું જોખમ ઘટાડવું

અખરોટનું સેવન હ્રદયના સ્વાસ્થ્ય અને હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે. તેને ખાવાથી કેન્સરનો ખતરો પણ ઓછો થશે.

યુવાન

વજન ઘટાડવામાં મદદરૂપ

વજન ઘટાડવા માટે તમે તમારા આહારમાં અખરોટનો પણ સમાવેશ કરી શકો છો. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, સાથે જ તેનું સેવન તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો.)

Read Also

Related posts

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે

Drashti Joshi

રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?

HARSHAD PATEL
GSTV