અમદાવાદમાં પુરુષ-મહિલા અને થર્ડ જેન્ડરમાં કેટલા મતદારો છે, જાણો

લોકસભાની 2019 ચૂંટણીને લઇને અમદાવાદ જિલ્લામાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 54 લાખ 30 હજાર 917 મતદાર નોંધાયા છે. જેમાં પુરુષ મતદાર 28 લાખ 42 હજાર 363 અને મહિલા મતદાર 25 લાખ 91 હજાર 307 છે. તો થર્ડ જેન્ડર મતદાર 139 નોંધાયા છે. 2892 મતદાર સરકારી કર્મચારીઓ છે. જેમાં 2807 પુરુષ અને 85 મહિલા મતદારો છે. તો 15,236 દિવ્યાંગ મતદારો 21 મતદાન મથક પર મતદાન કરશે. સાથો સાથ 105 સખી મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આ વર્ષે સિંગલ વિન્ડો સિસ્ટમ પર કામગરી કરવામાં આવી છે. જેમાં આરટીઓ, કોર્પોરેશન અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સંકળાયેલા છે.

    null
  • અમદાવાદમાં કેટલા મતદારો ?
  • કુલ મતદારો ૫૪, ૩૦, ૯૧૭
  • પુરૂષ મતદારો ૨૮, ૪૨, ૩૬૩
  • મહિલા મતદારો ૨૫, ૯૧, ૩૦૭
  • દિવ્યાંગ મતદારો ૨,૮૯૨
  • થર્ડ જેન્ડર મતદાર ૧૩૯
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter