આધાર કાર્ડના દુરુપયોગને લઇ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ UIDAIએ સ્પષ્ટ કર્યું હતું કે આધાર સાથે જોડાયેલા ડેટા ચોરી થયા નથી. આજે દરેક નાના-મોટા કામ માટે આધારની જરૂરત પડે છે. એવામાં લોકોના મનમાં એ સવાલ હે કે તેમણે આધાર કાર્ડનો ઉપયોગ કેટલી વખત પૈસાની આપ-લે સાથે જોડાયેલા કામ થયો છે ? જણાવી દઈએ કે UIDAIની વેબસાઈટ ‘આધાર ઓથિન્ટિકેશન હિસ્ટ્રી’ સર્વિસ દ્વારા આધાર કાર્ડ ધારક જાણી શકે છે કે તેમનો આધાર કાર્ડ કેટલી વખત અને ક્યાં ક્યાં યુઝ થયો છે. સાઈટ પર તમે પોતાના આધારકાર્ડના ગયા 6 મહિનાના લેખા-જોખા મળી જશે.
કેવી રીતે જાણી શકાય આધાર કાર્ડની હિસ્ટ્રી

UIDAIની અધિકારીક વેબસાઈટ પર Aadhar Authentication Historyના વિકલ્પ દ્વારા તમે આધાર કાર્ડની છેલ્લા 6 મહિનાની હિસ્ટ્રી ઘરે બેઠા જાણી શકો છો.
- સૌથી પહેલા UIDAIની અધિકારીક વેબસાઈટ uidai.gov.in પર જઈ ‘My Aadhar’નો વિકલ્પ પસંદ કરો
- આગળ આધાર સર્વિસ સેન્ટર ખુલશે જેમાં ‘Aadhar Authentication History’ના વિકલ્પ પર ક્લિક કરી પોતાનો નામાબર અને કેપ્ચા ઇમેજ ભરો.
- ત્યાર પછી OTP નંબર તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે. તે ભર્યા પછી સામે 2 વિકલ્પ આવશે.
- બે વિકલ્પમાં એક ‘Authentication Type’ જેમાં બાયોમેટ્રિક વગેરે જેવી ડીટેલ મળશે. ત્યાં જ બીજો વિકલ્પ ‘Data range’નો હશે. એમના હેઠળ એક નિશ્ચિત તારીખથી કોઈ બીજી તારીખ વચ્ચેની જાણકારી મળી જશે.
- અંતે તમે નક્કી ટાઈમ ફ્રેમને ભરી અને તમને આધાર અંગે જાણકારી મળી જશે.
Read Also
- VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો
- મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
- આર્થિક વિકાસમાં ભારતે ચીનને પણ પછાડયું, માર્ચના ત્રિમાસિક ગાળામાં GDP વધીને 6.1 ટકા થયો
- સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો
- વડોદરામાં લવ જેહાદ / મહંમદે એક સંતાનની માતાને ફસાવી, દરગાહનું પાણી પીવડાવી, ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચર્યું