GSTV
Gujarat Government Advertisement

તો શું આટલા રૂપિયામાં વેચાય ગયા ધારાસભ્યો ? ચારમાંથી ત્રણે તો 1 કરોડ તેમની ઝિંદગીમાં નથી જોયા

Last Updated on March 16, 2020 by Mayur

કોંગ્રેસમાં ગઈકાલનો દિવસ રાજીનામાનો દિવસ બનીને રહી ગયો. કોંગ્રેસ જોતી રહી અને ટપોટપ ધારાસભ્યોની વિકેટ પડવા લાગી. જેના કારણે એક સમયે પ્રદેશ કોંગ્રેસમાં પણ ભયનું લખલખુ પસાર થઈ ગયું. આમ છતાં ધારાસભ્યો અમારી સાથે જ છે તેવું કથન વારંવાર રિપીટ કરવામાં કોંગ્રેસે કંઈ બાકી નહોતું રાખ્યું. ત્યારે ચર્ચા એ વાતની થઈ રહી હતી કે આખરે આ ધારાસભ્યો વેચાયા કેટલામાં ?

અમીનનું નાક દબાવ્યું ?

હાલ ચર્ચાય રહ્યું છે કે ભાજપને કોંગ્રેસના ચાર ધારાસભ્યો કુલ 65 કરોડ રૂપિયામાં પડ્યા છે. ચર્ચા થઈ રહી છે કે લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ 20 કરોડમાં, જ્યારે અન્ય ત્રણ ધારાસભ્યો જે.વી.કાકડિયા, પ્રવીણ મારૂ અને અબડાસાના પ્રદ્યુમન સિંહ જાડેજાને 15 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, રકમમાં કુલ 50 ટકા ભાજપ દ્રારા જ્યારે 50 ટકા રકમ નરહરી અમીન દ્રારા ચૂકવવામાં આવી છે. એવી પણ વાતો સામે આવી રહી છે કે, ગત્ત લોકસભાની ચૂંટણીમાં અમીનને ટિકિટ આપવામાં આવી હોત તો પણ 25-30 કરોડ આમ પણ ખર્ચવા પડ્યા હોત. જેથી રાજ્યસભામાં અમીનને ત્રીજો ઉમેદવાર બનાવી નાક દબાવી ભાજપે અડધુ ચૂકવણું તેમની પાસેથી જ કઢાવ્યું છે.

ભાજપ પ્રત્યે કુણી લાગણી

વાત જો અબડાસાના કોંગ્રેસના અને હાલ વંડી ટપી ભાજપમાં પ્રવેશી ગયેલા પ્રદ્યુમન સિંહ જાડેજાની કરવામાં આવે, તો તેઓ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સ્થાનિક ટ્રાન્સપોર્ટ યુનિયનના તેઓ પ્રમુખ છે. કોંગ્રેસમાં હોવાના કારણે તેમના ધંધાની ગાડી બરાબર સ્પીડે ચાલતી નહોતી. જેથી શરૂઆતથી જ ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપણી કુણી લાગણી વ્યક્ત કરતા હતા. એવી પણ વાતો થઈ રહી છે કે તેમણે ટ્રાન્સપોર્ટના ધંધાનું પણ ગોઠવી લીધું છે.

કોઈ પણ ધારાસભ્યે એક કરોડ જોયા નહોતા

કોંગ્રેસના આગેવાનો તો પોતાના વંડી ટપેલા પૂર્વ સભ્યો અંગે એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, સોમા ગાંડાને મુકતા કોઈ પણ ધારાસભ્યએ એક કરોડ જેટલી રકમ એકી સાથે તેમના જીવનમાં જોઈ જ નથી. જેથી 15-15 કરોડમાં ખરીદાય જાય તો નવાઈ નહીં. કોંગ્રેસમાં વેચાવા માટે લાઈનમાં ઉભેલા બીજા ધારાસભ્યો પણ કદાચ એટલે જ તલપાપડ થયા છે.

પરેશ ધાનાણીનું 15 કરોડવાળુ Tweet

15 કરોડની વાત પર મોહર એ માટે પણ મારવામાં આવે કે, ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ટ્વીટ કરી ભાજપને 15 કરોડ રૂપિયાનો ટોણો માર્યો છે. પોતાના ટ્વીટર આઈડી પર તેમણે ભાજપને આડેહાથ લેતા લખ્યું છે કે, લોકશાહી લાજે છે, ઘરના બંદરને પૂરી રાખો છો અંદર અને પારકાને ચૂકવ્યા પંદર પંદર ? આ વાક્યના અંતે પંદર બાદ પ્રશ્નાર્થ મુકતા એવી પણ ચર્ચા છે કે સાચી રકમ કઈ તેની તો વિપક્ષ નેતા ધાનાણીને પણ ખ્યાલ નથી.

100 કરોડ 50 કરોડ ??

રાજકારણમાં ગમે ત્યારે સ્થિતિને હતી ન હતી કરનારા છોટુ વસાવાએ પણ ગઈકાલે ટ્વીટ કરી એક રકમ કહી હતી. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વીટર પર પોસ્ટ લખીને ભાજપ-કોંગ્રેસને ચોંકાવ્યા છે. તેમણે પોસ્ટમાં એવો આરોપ મૂક્યો છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે, શું આ બંને ધારાસભ્યો રૂા.100 કરોડમાં વેચાયાં છે. ફરી તેમણે એવી ય શંકા વ્યક્ત કરી કે, રૂા.100 કરોડમાં એક ધારાસભ્ય વેચાયો કે, પછી બે વેચાયાં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!