GSTV
Home » News » 10 ટકા અનામત મુદ્દે પાટીદાર નેતાઓમાં કેટલાનું સમર્થન કેટલાનો વિરોધ

10 ટકા અનામત મુદ્દે પાટીદાર નેતાઓમાં કેટલાનું સમર્થન કેટલાનો વિરોધ

umiya campus patidar

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય કેબિનેટે સવર્ણોને આર્થિક આધારે અનામતની જાહેરાત કરી છે.ત્યારે સરકારના આ નિર્ણયને વિપક્ષ કોંગ્રસે માત્ર મજાક ગણાવ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, આ પ્રકારના અનામત પર ઘણી અડચણો છે. લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારની અનામત આપવાનો ઉદેશ્ય શું છે તે પણ જોવા જોઈએ.

મોદી સરકારે બિન અનામત વર્ગને 10 ટકા આર્થિક અનામત આપવાની જાહેરાતને પાસ કન્વીનર હાર્દિક પટેલે આવકારી છે. સાથે જ હાર્દિકે એમ પણ કહ્યું કે જો લોલીપપ આપવાનો ખેલ હશે તો તે સાંખી નહીં લેવાય. હાર્દિકે એવો પણ સવાલ ઉઠાવ્યો કે શિયાળુ સત્ર પતવાના સમયે જ જાહેરાત કરાઈ તે આશ્ચર્યજનક છે. તેણે એમ પણ કહ્યું કે પીએમ પાસે અનામતનું અંતિમ તીર હતું તે છૂટી ગયું.

તો સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે બિન અનામત વર્ગને 10 ટકા અનામતની કેન્દ્ર સરકારની જાહેરાતને આવકારી પણ સાથે એમ પણ કહ્યું કે પણ આ જાહેરાત લોકસભાની ચૂંટણીની આ લોલીપોપ ન હોવી જોઈએ. લાલજી ચાવડાએ એમ પણ કહ્યું કે ભાજપ સરકારે હુકમનું પત્તુ ખોલ્યુ છે. તેનો ચૂંટણીમાં લાભ મળશે પરંતુ કેન્દ્રીય સંસદમાં આ પ્રસ્તાવ પાસ થવો જોઈએ.

કેન્દ્ર સરકારે સવર્ણો માટે 10 ટકા અનામતની જાહેરાત કરતા રાજ્યના બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરાકારની જાહેરાતથી સવર્ણોને લાભ થવાનો છે. રાજ્યમાં સવર્ણો માટે કેટલીક યોજના પહેલાથી લાગુ થયેલી છે. જેનો લાભ રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા નાગરિકોને આપવામાં આવી રહ્યા છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિલીપ સાબવાએ કહ્યું કે પાટીદાર, મરાઠા, જાટ સહિતના સવર્ણ સમુદાયોના આંદોલનથી સરકારે ડરી જઈને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી. પણ જ્યાં સુધી લોકોને સાચા અર્થમાં લાભ નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.

કેન્દ્ર સરકારે સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપવાની જાહેરાતને પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ આવકારી છે. તો સાથે જ આ જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવીને કેન્દ્ર સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા છે.

ભાજપના નેતા વરૂણ પટેલે અનામતની જાહેરાત અંગે જણાવ્યું હતું કે, અનામત અંગે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સવર્ણનો ફાયદો થવાનો છે. આ ચૂંટણીલક્ષી નિર્ણય નથી. સરકારે હંમેશા તમામ વર્ગના નાગરિકોની ચિંતા કરી છે. જેથી તમામ રાજકીય પાર્ટીઓએ કેન્દ્ર સરકારના નિર્ણને આવકારવો જોઈએ.

Related posts

સુરતમાં જીએસટી વિભાગની કાર્યવાહી, કરોડો રૂપિયાના બોગસ બિલો આવ્યા સામે

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને પાર્ટી પ્લોટ અને હોલના બુકિંગ માટે શરૂ કરી આ સિસ્ટમ

Nilesh Jethva

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!