GSTV
Gujarat Government Advertisement

આરોગ્ય/ ઇમ્યુનિટી વધરાવા માટે કેટલા દિવસ લઇ શકાય વિટામીન ડી3 અને મલ્ટી વિટામીનની ગોળી? આ રહ્યો જવાબ

વિટામીન

Last Updated on May 8, 2021 by Bansari

કોરોનાની બીજી લહેરથી લોકો પરેશાન છે. પોતાના બચાવ માટે તેઓ તમામ ઉપાયો અજમાવી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે કોરોનાથી બચવાના ચક્કરમાં વિટામી ડી 3, કેલ્શિયમ, ઝિંક અને મલ્ટી વિટામિન લેવાનો એક કોર્સ હોય છે. જો તમે તેને ફોલો નથી કરી રહ્યાં તો તે નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. જાણો કઇ દવાનો કયો કોર્સ હોય છે.

ઇમ્યુનિટી બૂસ્ટર કોર્સ અંગે હ્રદયરોગના નિષ્ણાતનું કહેવું છે કે લોકોને જે જરૂર જાણ હોવી જોઇએ કે વિટામીન ડી હોય કે મલ્ટી વિટામીન, તેનો એક મહિનાનો કોર્સ હોય છે. આ ઉપરાંત ઝિંકનુ વધુ સેવન પણ હાનિકારક સાબિત થઇ શકે છે.

વિટામીન

મલ્ટી વિટામીન ફક્ત એક મહિના સુધી મહત્તમ લેવી જોઇએ

તેમણે જણાવ્યું કે મલ્ટી વિટામીન ફક્ત એક મહિના સુધી મહત્તમ લેવી જોઇએ. નહીંતર તે શરીરના વિભિન્ન અંગોને  નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત જે લોકો ઇમ્યુનિટી વધારવાના ચક્કરમાં જરૂર કરતા વધુ ચ્યવનપ્રાશ ખાઇ રહ્યાં છે, તેમનામાં શુગર અને હાર્ટની બિમારીઓ વધી રહી છે. ધ્યાન રહે કે આપણે ઉકાળાથી લઇને કોઇપણ ઇમ્યુનિટી બૂસ્ટર એક નિશ્વિત માત્રા કરતા વધુ ન લેવા જોઇએ.

ક્વોરન્ટાઇન

કેટલા દિવસ શું લઇ શકાય

  • ઝિંક-15 દિવસ મહત્તમ
  • મલ્ટી વિટામીન- એક મહિનો મહત્તમ
  • ઉકાળો ફક્ત શરદીના લક્ષણો હોય ત્યારે
  • વિટામીન ડી-3 60Kનો એક-એક ડોઝ મહનામાં ચાર વાર, ફરી એક મહિનામાં એક વાર અથવા ડોક્ટરની સલાહ પર
  • કેલ્શિયમ- ડોક્ટરની સલાહ પર મહિના સુધી મહત્તમ
  • વિટામીન સી- મહિના સુધી

જણાવી દઇએ કે અત્યાર સુધી સામે આવેલા રિસર્ચમાં વિટામીન એ, ડી અને ઇના ઓવરડોઝથી ભારતમાં ખતરો સાબિત થઇ ચુક્યો છે. પરંતુ બાકી વિટામિનના ઓવરડોઝ પર હાલ કામ કરવાનું બાકી છે. કોરોના કાળમાં એવા ઘણા દર્દીઓ સામે આવ્યા છે જેનામાં વિટામિન્સના ઓવરડોઝના કારણે અનેક સમસ્યાઓ વધી છે. જેમ કે લોકોમાં લિવર, બ્લડ શુગર અને હાર્ટની સમસ્યાઓ વધુ જોવા મળી છે.

વિટામીન

બાળકોને સપ્લીમેંટ આપવાના કેસ વધી રહ્યાં છે

બાળ રોગ વિશેષજ્ઞોનું કહેવુ છે કે બાળકોને સપ્લીમેંટ આપવાના કેસ વધી રહ્યાં છે. ડોક્ટરની સલાહ લીધા વિના બાળકોને કોઇ સપ્લીમેન્ટ ન આપો. તેમની ઇમ્યુનિટી વધારવા માટે કેલ્શિયમ અને મલ્ટીવિટામીન એક મહિના સુધી મહત્તમ આપી શકાય છે. પરંતુ વધુ આપવા ફાયદાના બદલે નુકસાન કરી શકે છે.

ડોક્ટરનું કહેવુ છે કે, જો તમે વિટામીન સી માટે કોઇ સપ્લીમેન્ટ ટેબલેટ લઇ રહ્યાં છો તો પણ ત્યારે જ્યારે તમારામાં કોવિડના લક્ષણ નથી. તેના બદલે તમે નેચરલ સોર્સ જેવા કે લીંબુ, સંતરા અથવા અન્ય સાઇટ્રિક ફૂડનું સેવન કરી પોતાની ઇમ્યુનિટી વધારી શકો છો. આ જ રીતે તમે લીલા શાકભાજી, દાળ વગેરે ખાઇને પોતાના શરીર માટે જરૂરી મિનરલ અને વિટામીન એકઠા કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!