GSTV
News Photos Trending World

ભારત સિવાય આ 5 દેશ પણ 15 ઓગસ્ટે ઉજવે છે આઝાદીનો ઉત્સવ, જાણો કયા દેશને કોનાથી મળી હતી આઝાદી

આ વર્ષે આપણે આપણી આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ વખતે 15 ઓગસ્ટે આપણે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરીશું, ત્યારે આપણી સાથે 5 દેશ બીજા એવા છે જે આઝાદીનો મહોત્સવ ઉજવી રહ્યા હશે, કારણકે તે દેશ પણ આ દિવસે જ આઝાદ થયા હતાં. તેમાં બંને કોરિયન દેશો, બહેરીન, કોંગો સામેલ છે.

 15 ઓગસ્ટે

એક દિવસ પછી, દેશ તેની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ રહેશે. અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી આઝાદીના 74 વર્ષ પૂરા કરીશું. આ પ્રસંગે દેશભરમાં કાર્યક્રમો યોજાશે. પરંતુ શું ફક્ત આપણે જ ઉજવણી કરીશું? ના, વિશ્વમાં આવા 5 વધુ દેશો છે, જે 15મી ઓગસ્ટે પોતાની આઝાદીની ઉજવણી કરે છે. ભારતની જેમ આ પાંચ દેશોને પણ 15 ઓગસ્ટે આઝાદી મળી હતી. તમે કદાચ નહીં જાણતા હોવ કે ભારતની સાથે સાઉથ કોરિયા, ઉત્તર કોરિયા, કોંગો, બહેરીન અને લિક્ટેંસ્ટેઇનને 15 ઓગસ્ટે આઝાદી મળી હતી.

 15 ઓગસ્ટે

સાઉથ કોરિયા 15 ઓગસ્ટે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. સાઉથ કોરિયાએ 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનથી આઝાદી મેળવી હતી. યુએસ અને સોવિયેત દળોએ કોરિયાને જાપાનના કબજામાંથી બહાર કાઢ્યું. સાઉથ કોરિયાના લોકો આ દિવસને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવે છે.

સાઉથ કોરિયાની જેમ ઉત્તર કોરિયા પણ 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. બંને દેશો 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના કબજામાંથી મુક્ત થયા હતા. ઉત્તર કોરિયા 15 ઓગસ્ટને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવે છે. રજા હોવાના કારણે અહીં આ દિવસે લગ્ન કરવાની પરંપરા શરૂ થઈ છે.

બહેરીનને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. બહેરીને 15 ઓગસ્ટ 1971ના રોજ બ્રિટનથી આઝાદી મેળવી હતી. જો કે, બ્રિટિશ દળોએ 1960 ના દાયકાથી બહેરીન છોડવાનું શરૂ કર્યું. 15 ઓગસ્ટના રોજ બહેરીન અને બ્રિટન વચ્ચે એક સંધિ થઈ હતી, જેના પછી બહેરીને એક સ્વતંત્ર દેશ તરીકે બ્રિટન સાથે પોતાના સંબંધો જાળવી રાખ્યા હતા. જો કે, બહેરીન તેની રાષ્ટ્રીય રજા 16 ડિસેમ્બરે ઉજવે છે. આ દિવસે બહેરીનના શાસક ઇસા બિન સલમાન અલ ખલીફાએ બહેરીનની ગાદી હસ્તગત કરી હતી.

કોન્ગોને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. 15 ઓગસ્ટ 1960ના રોજ આફ્રિકાનો આ દેશ ફ્રાન્સની ગુલામીમાંથી આઝાદ થયો. તે પછી તે રિપબ્લિક ઑફ કોન્ગો બન્યુ. 1880થી કોન્ગો પર ફ્રાન્સ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. તે ફ્રેન્ચ કન્ગો તરીકે જાણીતું હતું. તે પછી 1903 માં તે મિડલ કોન્ગો બન્યું.

લિક્ટેંસ્ટાઇનને 15 ઓગસ્ટ 1866ના રોજ જર્મનીથી આઝાદી મળી હતી. 1940 થી, તે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે.

READ ALSO:

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda
GSTV