GSTV

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Last Updated on June 24, 2021 by Pravin Makwana

આજના જમાનામાં મોટા ભાગના લોકો પાસે કેટલાય બેંક ખાતા હોય છે. લોકોને કેટલાય પ્રકારના કામ કરવા માટે અલગ અલગ બેંક ખાતાની જરૂર પડે છે. પણ એક વ્યક્તિ પાસે કેટલા બેંક ખાતા હોવા જોઈએ, તેના માટે કઈ જરૂરિયાતને આધાર બનાવવામાં આવ્યો છે. આવો જાણીએ મલ્ટીપલ બેંક અકાઉન્ટનું શું શું ફાયદાઓ છે.

સેવિંગ ગોલનો ટ્રેકિંગ-

અલગ અલગ ખર્ચ અથવા હપ્તો ચુકવવા માટે અલગ અલગ ખાતા રાખવા સરળ છે. એટલે કે જો કાર ખરીદવી છે તો તેના માટે એક અલગ અકાઉન્ટ હોવુ જોઈએ, જેમાંથી દર મહિને કારનો હપ્તો કપાય. બીજી બાજૂ પૈસા ઉપાડવા માટે અલગથી ખાતુ હોવું જોઈએ.

ટ્રાંઝેક્શનને ટ્રેક કરવું સરળ-

અલગ અલગ અકાઉન્ટ હોવાથી ટ્રાંઝેક્શનને ટ્રેક કરવામાં સરળતા રહે છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ટ્રાંઝેક્શન કરવાની જરૂર પડે છે. ત્યારે આવા સમયે અલગ અલગ ક્ષણે ખર્ચ માટે અલગ અકાઉન્ટ હોય તો તેને ટ્રેક કરવામાં સરળતા રહે છે.

એટીએમ ચાર્જથી બચત

કેટલાય બેંક ખાતા હોવાના કારણે એટીએમ પણ મળી જાય છે. દરેક બેંકના એટીએમ ચાર્જ અલગ અલગ હોય છે. ત્યારે આવા સમયે એટીએમથી હંમેશા પૈસા ઉપાડવામાં વધારે ચાર્જ લાગે છે. વધુ એટીએમ હોવાથી ચાર્જને ઝીરો કરી શકાય છે.

એક બેંક પર નિર્ભરતા ઓછી-


લોકોને બેંકમાં દરેક પ્રકારે જરૂર રહે છે. પણ દરેક બેંકની જરૂરિયાત પુરી કરી શકાતી નથી. કેટલીય વાર બેંકનું ઓનલાઈન કામ ઠપ્પ થઈ જાય છે, ઘણી વાર અમુક બેંકના વ્યાજદર વધારે થઈ જાય છે. ત્યારે વધુ બેંક ખાતા હોય તો એક બેંક પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી.

ફ્રોડથી બચાવ-

હાલના દિવસોમાં ઓનલાઈન ટ્રાંઝેક્શનમાં ફ્રોડના કેટલાય કેસો સામે આવી રહ્યા છે. આવી સ્થિતીમાં જો કોઈને વધારે ખાતા હોય તો, ઓનલાઈન ફ્રોડથી બચી શકાય છે. અથવા તો નુકસાન ઓછુ કરી શકાય છે.

નુકસાન નથી

કેટલાય બેંક ખાતા હોવાથી ચાર્જિસ થોડા વધારે લાગી શકે છે, આ ઉપરાંત દરેક બેંકનું મિનિમમ બેલેન્સ હોય છે. આ રકમ ઓછી હોવાથી પેનલ્ટી લાગી શકે છે. વધારે ખાતા હોવાથી લોકો મોટા ભાગે મિનિમમ બેલેન્સ ભૂલી જતાં હોય છે. આવી સ્થિતીમાં ચાર્જ લાગી શકે છે. બીજી બાજૂ કેટલાય ખાતા હોવાના કારણે મોટા ભાગે લોકો પાસવર્ડ ભૂલી જતાં હોય છે. જો કે, આ બધાની સરખામણીએ મલ્ટીપલ અકાઉન્ટના ફાયદા ઘણા છે.

READ ALSO

Related posts

આકાસી આફત/ મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14નાં મોત, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 112

Damini Patel

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!