GSTV
Health & Fitness Life Trending

ખૂબ જ કામનું / શું તમે પણ ફ્રિઝમાં ફૂડને સ્ટોર કરો છો? જાણો કેટલા સમય સુધી તે સુરક્ષિત રહે છે

ઝડપી જીવનમાં તાજુ ભોજન સંભવ નથી. એવામાં જે લોકો વર્કિંગ છે, તેઓ ઘણી વખત ઓફિસ અને કામ વચ્ચે સમય કાઢી એક સાથે ભોજન બનાવી લે છે અને ફ્રિઝમાં સ્ટોર કરી લે છે. તેનાથી તેમની પાસે જરૂરી ભોજન પણ હોય છે અને તેઓ સમય કાઢી યોગ્ય સમયે ઘરનું ભોજન જમી શકે છે. પરંતુ પ્રશ્ન ઉભો થાય છે કે આ સ્ટોર કરવામાં આવી રહેલા ભોજન શુ આપણા આરોગ્ય માટે સારુ છે કે નહીં. તો આજે અમે તમને ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવેલા ભોજન અંગે વિસ્તારમાં જણાવીશું.

આ વાતોનું ધ્યાન રાખો

  • ફ્રિઝમાં રાંધેલા ચોખાને બે દિવસની અંદર ખાઇ લો. ફ્રિઝમાં રાખવામાં આવેલા ચોખાને થોડીક વાર રૂમના તાપમાનમાં રાખો, ત્યારબાદ ગરમ કરીને જમો.
  • રોટી બનાવ્યાના 12થી 14 કલાકમાં તેને ખાઇ લો. આમ ન કરવા પર તેની પૌષ્ટિકતા જતી રહે છે અને પેટમાં દુખાવો થઇ શકે છે.
  • વધેલી દાળને બે દિવસની અંદર ખાઇ લો, નહીંતર ફ્રિઝમાં રાખેલી દાળ પેટમાં ગેસનું કારણ બની શકે છે.
  • કાપેલા ફળને વધુ સમય માટે ફ્રિઝમાં સ્ટોર ન કરો, જો રાખવુ પડે તો તેને એર ટાઇટ કન્ટેનરમાં મુકો.
  • સફરજનને કાપ્યા પછીના ચાર કલાકની અંદર ખાઇ લો. સફરજનને કાપ્યા પછી વધુ સમય સુધી રાખવામાં આવે, તો તેમાં ઓક્સીડાઇજેશન થવાનું શરૂ થાય છે અને તેના ઉપરનો ભાગ કાળો થાય છે.
  • ઉપરાંત ચેરીને 7 દિવસ, બ્લૂબેરી, રાસબરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરીને 3-6 અઠવાડિયા, કાળા ફળોને 1થી 3 અઠવાડિયા, દ્રાક્ષને 7 દિવસ, તરબૂચ, ટેટી, કાપ્યા વગર રાખવા હોય તો બે અઠવાડિયા અને કાપેલા છે તો 2થી 4 દિવસ, પાઇનેપલ 5થી 7 દિવસ, બીન્સ 3થી 5 દિવસ, મકાઈ 1થી 2 દિવસ, કાકડી 4થી 6 દિવસ, રિંગણા 4થી 7 દિવસ અને મશરૂમ્સ 3થી 7 દિવસથી વધુ સ્ટોર ન કરવો જોઇએ. આમ કરવાથી તે આપણા શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV