GSTV

જાણો, કઇ ઉંમરના વ્યક્તિએ કેટલું ચાલવું જોઇએ?, 5થી 60 વર્ષની વ્યક્તિ માટે છે આ ધારાધોરણ

Last Updated on August 30, 2020 by pratik shah

મૉર્નિંગ વૉક કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ મૉર્નિંગ વૉકનો ફાયદો ત્યારે જ થાય છે જ્યારે તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે વૉક કરો છો. સૌથી સારી વાત એ છે કે વૉક કોઇ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે એક દિવસમાં કેટલું ચાલવું જોઇએ? તો જાણો 5 વર્ષની ઉંમરથી લઇને 60ની ઉંમર સુધીના વ્યક્તિએ કેટલું ચાલવું જોઇએ. આ સાથે જ વૉક કરવાથી તમારા શરીરને કયા ફાયદા થાય છે.

સૂરજના ઉગતા સમયે અથવા તેના થોડાક સમય પછી મૉર્નિંગ વોકથી મળે છે વિટામીન ડી

જો તમે સવારે સૂરજના ઉગતા સમયે અથવા તેના થોડાક સમય પછી મૉર્નિંગ વોક કરો છો તો તમને ભરપૂર પ્રમાણમાં વિટામિન-ડી મળે છે જ્યારે અંધારામાં અથવા સૂરજ નિકળતા પહેલા વૉક કરવાથી તમને વિટામિન-ડી મળી શકતો નથી. ભરપૂર પ્રમાણમાં ઑક્સિજન ગ્રહણ કરવું, તે મૉર્નિંગ વૉકનું એક મહત્ત્વપૂર્ણ કારણ હોય છે. પરંતુ જો તમે અંધારામાં વૉક કરવા જાઓ છો તો તે સમયે તમને ઑક્સિજનનો લાભ થતો નથી કારણ કે તે સમયે વૃક્ષ છોડ ત્યારે કાર્બન-ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય છે.

દરરોજ સવારે ખુલ્લી હવામાં ચાલવાથી હૃદય સંબંધિત સમસ્યા થતી નથી

દરરોજ સવારે ખુલ્લી હવામાં ચાલવાથી હૃદય સંબંધિત સમસ્યા થતી નથી. જો તમે હૃદય સંબંધિત કોઇ સમસ્યા સામે લડી રહ્યા છો તો એવામાં દરરોજના લગભગ અડધા કલાક સુધી ચાલવાનું રાખો. આમ કરવાથી શરીરમાં હૃદય સંબંધિત રોગ થતા નથી. કેટલાક લોકો જે પોતાના શરીરના વધતા વજનથી પરેશાન છે તે લોકો માટે મૉર્નિંગ વૉક એક રામબાણ ઉપાય છે. સવારે દોડવાથી શરીરમાં કેલોરીનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે અને વજન પણ ઓછું થાય છે.

દરરોજ સવારે ઓછામાં ઓછા 45 મિનિટ મૉર્નિંગ વૉક કરો

મૉર્નિંગ વૉક કેન્સર રોગ સામે લડવામાં મદદ કરે છે. એટલા માટે દરરોજ સવારે ઓછામાં ઓછા 45 મિનિટ મૉર્નિંગ વૉક કરવું કેન્સરના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. એક શોધ અનુસાર માનવું છે કે જે લોકો સવારે મૉર્નિંગ વૉક માટે નિકળે છે. તેમનું સ્વાસ્થ્ય જિમ જતાં લોકો કરતાં વધુ સારું રહે છે.

ઉંમર પ્રમાણે વ્યક્તિએ કેટલું ચાલવું?

  • 5 થી 7 વર્ષ સુધીના બાળકોએ દરરોજ ઓછામાં ઓછું 12,000 થી 15,000 પગલાં ચાલવું જોઇએ.
  • 18 થી 40 વર્ષ સુધીના લોકોએ પણ દરરોજ 12,000 પગલાં ચાલવું જોઇએ.
  • જ્યારે જે લોકો 40 વર્ષની ઉંમર પાર કરી ચુક્યા છે તેમણે પ્રત્યેક દિવસ 11,000 પગલાં ચાલવું જોઇએ.
  • 50 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 10,000 પગલાં ચાલવું જોઇએ.
  • 60 વર્ષથી ઉપરના વડીલોએ 8,000 પગલાં સુધી ચાલવું જોઇએ.
  • જો તમને કોઇ સ્વાસ્થ્ય સમસ્યા છે તો વૉક કરતા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ લો.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari

પોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાના કાનપુર કનેક્શનમાં વધુ એક ખુલાસો, કુંદ્રાના નિક્ટવર્તી શખ્સની ખાસ હતી મહિલા

Damini Patel

બ્રિટીશ મિલિટરીમાં મહિલાઓની પજવણી, નવાં સંસદીય રિપોર્ટમાં આ મોટો મુદ્દે ખુલાસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!