GSTV

હવે ભાજપના નેતાઓ એમ લાગી રહ્યું છે કે અલ્પેશ જીત્યો હોત તો સારું, લાલ બત્તીના દાવેદારો લટકી ગયા

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો માટેની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે જેમાંથી ત્રણ બેઠકો ભાજપ અને ત્રણ બેઠક કોંગ્રેસને મળી છે. ચૂંટણી પહેલા એવું અનુમાન થતું હતું કે ચૂંટણીના પરિણામ બાદ અને દિવાળી પછી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં અલ્પેશ ઠાકોરને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ અપાશે એવી વાતો થતી હતી પરંતુ અલ્પેશ ઠાકોર હારી જતાં હવે તેને મંત્રી બનાવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

બીજી બાજુ કચ્છના રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર થોડો સમય પહેલા બે મહિલાઓના સંબંધોના આટાપાટા તથા ચક્કરમાં ફસાયા હતા તેઓએ પોતાની મહિલા મિત્ર સાથે બિભત્સ શબ્દોમાં વાતચીત કરી હતી. આવી વાતચીતની એક ડઝન જેટલી ઓડિયો સીડી પણ બહાર આવી હતી જેને પગલે સરકાર અને ભાજપની સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો તેમજ ભાજપના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. જોકે તેમનો બચાવ કરવા માટે કોઈ સામે આવ્યું ન હતું આથી હાઈ કમાન્ડે વાસણ આહિરને પડતા મૂકવાનો નિર્ણય લઈ લીધો છે પરંતુ વિસ્તરણ થાય એ સમયે તેની હકાલપટ્ટી કરાશે.

સચિવાલયના આધારભૂત સૂત્રો જણાવે છે કે ભાજપ હાઈકમાન્ડ કે ગુજરાત સરકારની પણ મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની કોઇ ઇચ્છા નથી કારણકે વિસ્તરણ વખતે 3થી 4 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવતો હોય છે અને બેથી ત્રણને પડતા મુકાતા હોય છે અથવા તો 3થી 4 મંત્રીઓના ખાતામાં ફેરફાર કરતો હોય છે. હાલમાં ભાજપ સરકાર તેમજ ભાજપ સંગઠનમાં સ્થિતિ એવી છે કે જો વિસ્તરણ કરવામાં આવે તો અસંતોષ વધી શકે તેમ છે જેને પગલે મંત્રી મંડળનું વિસ્તરણ ટાળવામાં આવી રહ્યું છે.

સૂત્રો જણાવે છે કે હવે આગામી બે મહિનાની અંદર મંત્રી મંડળનું વિસ્તરણ થવાની કોઈ જ શક્યતા જણાતી નથી. ભાજપ હાઈકમાન્ડ હવે સૌપ્રથમ સંગઠનમાં ફેરફાર અને સાફસૂફી કરવા માગે છે ત્યારબાદ જરૂર પડશે તો 2020ની શરૂઆતમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે. ત્રણ બેઠકો ગુમાવ્યા પછી મુખ્યમંત્રીને બદલવામાં આવશે એવી અટકળો થઈ રહી છે પરંતુ તેમાં પણ કોઈ તથ્ય જણાતું નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીમે ધીમે હવે વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરી લીધી છે આથી તેમને યથાવત ચાલુ રખાશે. નીતિન પટેલનું ખાતું બદલવાની વાત પણ થઈ રહી છે પરંતુ હાઇકમાન્ડ તેમાં ફેરફાર કરે એવી શક્યતાઓ ઘણી જ ઓછી છે. વર્ષ 2020માં મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેમજ કોનું ખાતું બદલવું તેનો નિર્ણય કરાશે.

મંત્રીમંડળના વિસ્તરણમાં પણ દિલ્હી ભાજપ હાઈ કમાન્ડે જ મુખ્ય ભૂમિકા રહેશે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહ ગુજરાત ના વિસ્તરણના સંદર્ભમાં તમામ નિર્ણય કરશે જોકે તેના માટે હજુ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિના સુધી રાહ જોવી પડશે.

Read Also

Related posts

વેધર વોચ ગૃપની મહત્વની ઓનલાઈન બેઠક યોજાઈ, રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

pratik shah

દિલધડક વીડિયો / આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ફક્ત 7 સેકન્ડમાં બિલ્ડીંગ તાસની મહેલની જેમ ધરાશાયી

Zainul Ansari

પશુપાલકો આનંદો: આવ્યા રે આવ્યા ખુશખબર, રાજ્ય સરકાર પશુધન સહાયમાં વધારો કરે તેવી શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!