GSTV
Home » News » ICC ક્રિકેટ વર્લ્ડ કપ: જુઓ 1975થી 2019 સુધી કેવી-કેવી બદલાયી ટીમ ઈન્ડિયાની જર્સી

ICC ક્રિકેટ વર્લ્ડ કપ: જુઓ 1975થી 2019 સુધી કેવી-કેવી બદલાયી ટીમ ઈન્ડિયાની જર્સી

30મી મેએ ક્રિકેટનાં મહાકુંભ આઈસીસી વર્લ્ડકપ 2019ની ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં વર્લડકપ 2019 માટે ભારતીય ટીમ માટે નવી જર્સી લોન્ચ કરી છે. આ દરમ્યાન એમ.એસ.ધોની, કેપ્ટન વિરાટ કોહલી, અજીંક્ય રહાણે, યુવા બેટ્સમેન પૃથ્વી શો, મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને સલામી બેટ્સમેન જેમિમા રોડ્રિગેઝ જેવા તમામ ખેલાડીઓ નવી જર્સી પહેરીને આવ્યા હતા. જે પહેલાંની જર્સીઓ કરતા ઘણી અલગ હતી. વર્ષ 1985માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના રંગમાં બદલાવ આવ્યો હતો. ત્યારથી દર ચાર વર્ષે વર્લ્ડકપની ટીમ માટે જર્સીમાં બદલાવ કરાય છે. આજે અમે તમને જણાવીશું દરેક વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની અલગ અલગ રંગોમાં બદલાયેલી જર્સીઓ વિશે.

1985

વર્ષ 1985માં ટીમ ઈન્ડિયાની જર્સી એકદમ સિમ્પલ હતી. જે જર્સી સ્કાય બ્લૂ અને યલો કલરનાં કોમ્બિનેશનમાં હતી. જેના ઉપર ભારતીય ટીમનું નામોનિશાન પણ ન હતુ.

1992

1992ના વર્લ્ડકપમાં જર્સીમાં બદલાવ થયો, ત્યારબાદ જર્સીનો રંગ સ્કાયબ્લૂમાંથી ડાર્ક બ્લૂ કરી દેવાયો અને આગળ ઈન્ડિયા લખાયેલું હતુ. આ જર્સી ઉપર ઈન્ડિયા સિવાય બેકસાઈડમાં ક્રિકેટરનું નામ લખેલું હતુ.

1996

1996ના વર્લ્ડકપમાં ફરી જર્સી બદલાઈ. ત્યારે લાઈટ બ્લૂ અને યેલો કલરનું કોમ્બિનેશન હતુ. જેમાં રેડ અને ગ્રીન કલરની પટ્ટી ડિઝાઈન કરાઈ હતી. તે સમયની જર્સી ઘણી એટ્રેક્ટિવ હતી.

1999

વર્ષ 1999માં વર્લ્ડકપ વખતે જર્સીની આખી ડિઝાઈન બદલાઈ ગઈ હતી. આ જર્સીમાં કોલરથી લઈને છાતી અને બાજુઓમાં બ્રાઈટ યેલો  અને બોર્ડર ઉપર બ્લેક કલર જોવા મળ્યો હતો. આ જર્સીની ડાબી બાજુએ બીસીસીઆઈનો લોગો અને જમણી બાજુએ સ્પોન્સરનું નામ લખેલું હતુ.

2003

વર્ષ 2003ના વિશ્વ કપમાં ઉપવિજેતા રહેલી ટીમ ઈન્ડિયાની જર્સીમાં ત્રિરંગાની ઝલક જોવા મળી હતી. જેમાં ડાબી બાજુએ BCCIનો લોગો અને બાજુઓમાં બ્લેક બોર્ડર અને છાતી ઉપર ઈન્ડિયા લખેલાની સાથે ત્રિરંગાની ત્રણ પટ્ટીઓની ડિઝાઈન હતી.

2007

2007માં ફરી ટીમની જર્સી બદલાઈ હતી. તે સમયે લાઈડ બ્લૂ રંગની જર્સીમાં છાતીએ સ્ટાર સ્પોન્સરને હટાવી દીધા અને ઈન્ડિયાની ઉપર સહારા ઈન્ડિયા લખેલું હતુ.  લેફ્ટ સાઈડમાં BCCIનો લોગોની નીચે ત્રિરંગાની નાની પટ્ટી અને જમણી બાજુએ આખા ત્રિરંગાને જગ્યા મળી હતી.

2011

વર્ષ 2011માં ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા બીજી વાર વિશ્વવિજેતા બની હતી. આ વર્ષે જર્સી પહેલાંના વર્ષોની જર્સીઓ કરતાં ઘણી એટ્રેક્ટિવ હતી. તે સમયે આસમાની જર્સીમાં જમણી અને ડાબી બંને જગ્યાએ ત્રિરંગો દેખાયો હતો. અને છાતી ઉપર ઈન્ડિયા લખેલું હતુ. બાજુઓમાં સ્પોન્સરનું નામ અને પાછળ ક્રિકેટરનું નામ લખેલું હતુ.

2015

2015ના વર્લ્ડકપમાં જર્સીની ડિઝાઈનમાં થોડા ચેન્જીસ આવ્યા હતા. આ જર્સીમાં ઈન્ડિયા પહેલાં સ્પોન્સર સ્ટારને જગ્યા આપવામાં આવી હતી. આ જર્સીમાંથી ત્રિરંગાને હટાવવામાં આવ્યો હતો, જ્યારે BCCIનો લોગો જેમનો તેમ રહ્યો હતો.

2017

2017માં ફરી જર્સી બદલાઈ હતી. આ વર્ષે મહિલાઓ અને પુરૂષ ટીમ માટે એક નવી જર્સી ડિઝાઈન કરાવાઈ હતી. લાઈટ બ્લૂ કલરની આ જર્સીની બાજુઓ ડાર્ક બ્લૂ કલરની હતી. અને ત્રિરંગાને જર્સીની ગરદનમાં જગ્યા અપાઈ હતી.

2019

2019માં ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં ફરી બદલાવ આવ્યો હતો. આ જર્સીમાં બાજુઓનો રંગ લાઈટ બ્લૂ અને આખી જર્સી બ્લૂ કલરમાં છે. સ્પોન્સરને બાજુઓમાં જગ્યા મળી અને નારંગી રંગમાં છાતી ઉપર ઈન્ડિયા લખેલું છે.

READ ALSO

Related posts

ગર્ભવતી મહિલાઓને થતું દર્દ ઓછું કરવા માટે હોસ્પિટલે ઉઠાવ્યું આ અનોખું પગલું, જાણશો તો રહી જશો દંગ!

Path Shah

સેક્સુઅલિટી પર ટ્રોલ કરવુ પડ્યુ ભારે, કરણ જોહરે યુઝરને આપ્યો મસ્ત જવાબ

Kaushik Bavishi

કુલ્લુમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!