GSTV
Home » News » પેન્શન ધારકો આ રીતે ઑનલાઇન જમા કરી શકે છે જીવન પ્રમાણપત્ર, સરળ સ્ટેપ્સમાં જાણો પ્રોસેસ

પેન્શન ધારકો આ રીતે ઑનલાઇન જમા કરી શકે છે જીવન પ્રમાણપત્ર, સરળ સ્ટેપ્સમાં જાણો પ્રોસેસ

જો તમે સરકારી પેન્શન (Government Pension) મેળવી રહ્યા છો તો તમારા માટે આ ખુબ જ સમાચાર છે. સરકારે નવી સુવિધા ઉભી કરી છે, જે હેઠળ તમારે હવે દર નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર (Jeevan Pramaan Patra) બેંક (Bank) અથવા કે પોસ્ટ ઓફિસ (Post Office)માં જમા કરાવવા જવું નહીં પડે અને સાથે જ તમારો સમય પણ બચશે. ઉંમરલાયક અને બિમાર વૃદ્ધો માટે આ એક ખુબ જ સારી સુવિધા છે.

જોકે 30 નવેમ્બર સુધીમાં પ્રમાણપત્ર જમા ન કરવાથી પેન્શન (Pension) અટકાવવામાં આવી શકે છે, જેથી આ પ્રક્રિયા અને સમય યાદ રાખવો પણ ખુબ જ જરૂરી છે. જો કે હવે પેન્શનરોએ પ્રક્રિયાને પુર્ણ કરવા માટે બેંક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ઓલાઇન પ્લેટફોર્મ દ્વારા સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા આપી રહી છે.

યુનિક પ્રમાણ ID બનાવવી જરૂરી

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) મેળવવા માટે પેન્શનરને એક યુનિક પ્રમાણ ID બનાવવી પડશે. આ આઈડી આધાર નંબર અને બાયોમેટ્રિક દ્વારા જનરેટ કરી શકાય છે. પ્રથમ વખત આઈડી બનાવવા માટે તમે આધારનો વ્યવહાર કરતા નજીકના નાગરિક સેવા કેન્દ્ર અથવા પેન્શન ચૂકવનાર એજન્સીની શાખાની મુલાકાત લઈ શકો છો. ત્યાં આધાર નંબર, મોબાઈલ નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર અને પેન્શન એકાઉન્ટ નંબર સાથે ફિંગરપ્રિન્ટ્સ સબમિટ કરવાની રહેશે. ઓળખ થયા બાદ તમારા મોબાઇલ નંબર પર એક SMS મોકલવામાં આવશે, જેમાં આઈડી અંગેની માહિતી હશે.

ઉમંગ એપથી પણ જનરેટ કરાવી શકો છો સર્ટિફિકેટ

ID બની ગયા બાદ તમે DLC જીવન પ્રમાણ પોર્ટલ (https://jeevanpramaan.gov.in/) પર ઓનલાઈન જમા કરાવી શકો છો. ત્યારબાદ એજન્સી ત્યાંથી જીવન પ્રમાણને એક્સેસ કરી લેશે. પેન્શનર્સ ઈચ્છે તો મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર પર ઉમંગ એપ્લિકેશન (Umang Application) દ્વારા તમારા સર્ટિફિકેટને જનરેટ કરી શકો છો.

પેન્શન આપનારી એજન્સીઓ બીમાર વરિષ્ઠ નાગરિકોના ઘરે જઈને તેમના આધારની તપાસ કરવાની પણ સુવિધા આપે છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઘણી બેન્કો જીવન પ્રમાણપત્ર શિબિરનું આયોજન કરે છે. એકવાર જનરેટ કરાતી આવી ID જીવનભર માટે માન્ય હોતી નથી. ડિજિટલ પ્રમાણપત્રની માન્યતા અવધિ પેન્શન મંજૂરી અધિકારીના નિયમો પર આધારિત છે.

Read Also

Related posts

અમદાવાદમાં બે ધારાસભ્યો આવી ગયા સામસામે : અસારવામા કોણ હપ્તા ઉઘરાવે છે તે ખબર છે

Nilesh Jethva

ઇફકો ખાતરની બોરીમાંથી નિકળી રેતી, ખેડૂતે વીડિયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

આરોપીને પકડવા ગયેલી એલસીબીની ટીમ પર લોકોએ કર્યો હુમલો, પાંચ જવાન ઘાયલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!