નોકરી કરતાં લોકો માટે ઈપીએફ એટલેકે એમ્પોલઈ પ્રોવિડન્ડ ફંડ ઉપાડવું બહુજ સરળ હોય છે. PF તમારા માટે એક રિટાયરમેન્ટ પ્લાન જેવું જ છે. તેમાં રોકાણનો ફાયદો લાંબી અવધિ બાદ મળે છે. રિટાયરમેન્ટના સમયે કરવામાં આવેલો વિથડ્રોલ ક્લેઈમથી એક એક્યુમુલેટેડ પ્રોવિડન્ડ ફંડ મળે છે. પહેલાં લોકો નોકરી બદલતા સમયે એમનું ફંડ ટ્રાન્સફર કરાવી લેતા હતા. પાછલા થોડા વર્ષોમાં ઈપીએફઓના રેકોર્ડ ઉપાડ માટે વધારે આવેદન જોવા મળ્યા, એટલા માટે જ પીએફ ઉપાડવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે.
ઓનલાઈન ઉપાડો પીએફનાં પૈસા
ઓન લાઈન સુવિધા દ્વારા તમારું પીએફ સરળતાથી નિકાળી શકો છો. તેના માટે એક પ્રોસેસમાંથી પસાર થવું પડશે. જો તમારું આધાર EPFOમાં લિંક હશે તો પ્રોસેસિંગ ટાઈમ કુલ મળીને 3-4 દિવસોનો રહેશે. EPFO સેટલમેન્ટ માટે અને જલ્દી બનાવવાની તૈયારી થઈ રહી છે. એવું થવા પર એપ્લાય કરવાનાં થોડા જ કલાકમાં પૈસા ઉપાડી શકાશે. પરંતુ તેના માટે જરૂરી છેકે, તમારે પીએફ એકાઉન્ટનું KYC પુરુ હોવું જોઈએ. ઈપીએફ મેમ્બરની પાસે ઓનલાઈન વિડ્રોલ ક્લેઈમ કરવા માટે નીચે આપેલી જાણકારી જરૂર હોવી જોઈએ.


શું છે સૌથી જરૂરી?
EPFO હવે એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર રજૂ કરે છે. એકવાર તે જનરેટ થયા બાદ ત્યાં સુધી નિષ્ક્રિય થતું નથી, જ્યાં સુધી કોઈ નોકરી બદલતી વખતે પીએફનાં પૈસા ઉપાડી ન લે. જો એવું થાય તો નવું યુનિવર્સલ એકાઉન્ટ નંબર રજૂ કરવામાં આવે છે. આ નંબર એક્ટિવેટેડ હોવો જરૂરી છે. મેમ્બરનો મોબાઈલ નંબર UAN ડેટાબેસમાં રજીસ્ટર્ડ હોવો જોઈએ.
- મેમ્બરની આધાર કાર્ડની વિગતો EPFO વેબસાઈટ પર હોવી જોઈએ
- મેમ્બરની બેંક વિગતો પણ UANમાં નોંધાયેલી હોવી જોઈએ
- મેમ્બરનો પૅન પણ EPFO ડેટાબેસમાં હોવો જોઈએ

ક્યાંથી કરવાનું છે એપ્લાય?
EPFOના મેમ્બરે ઈ-સેવા પોર્ટલ https:unifiedportal-mem.epfindia.go.in પર લોગઈન કરવાનું રહેશે.
શું છે ઉપાડવાની પ્રક્રિયા?
લોગઈન કર્યા બાદ તમારે આધાર બેસ્ડ ઓનલાઈન ક્લેમ સબમિશન ટૅબ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મેમ્બરે પોતાની KYC ડિટેઈલ વેરિફાઈ કરાવવી પડશે. ક્લેઈમ વિથડ્રોલ કરવા માટે અલગ અલગ વિકલ્પોમાંથી આવશ્યક ઓપ્શનને પસંદ કરવાનો રહેશે.

કેવી રીતે થશે પ્રોસેસ પુરી?
EPFO તરફથી તમારો UIDAI ડેટાબેસમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે. ઓટીપીને એન્ટર કર્યા બાદ ક્લેઈમ સબમિટ થઈ જશે. તેનાથી વિથડ્રોલ પ્રોસેસ શરૂ થઈ જાય છે. ક્લેમ પ્રોસેસ થયા બાદ વિથડ્રોલ એમાઉન્ટને એમ્પલોઈના રજીસ્ટર્ડ બેંક એકાઉન્ટમાં નાંખી દેવામાં આવે છે.
શું ધ્યાન રાખવું પડશે?
- EPFO મેમ્બરે આ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરવા માટે તેમના એમ્પ્લોયર પાસે જવાની જરૂર નથી. પરંતુ તેમની પાસે કંપનીનો એસ્ટાબ્લિશમેન્ટ નંબર હોવો જોઈએ.
- ધ્યાન રાખવું કે, આધાર ડેટાબેસમાં રજીસ્ટર્ડ તમારો મોબાઈલ નંબર અને EPFOમાં નોંધાયેલો મોબાઈલ નંબર એક જ હોવો જોઈએ.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…