GSTV

ખુલાસો / દેશમાં ફેલાયેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે હાલની વેક્સિન કેટલી અસરકારક, જાણો ICMRએ શું કહ્યું?

Last Updated on June 25, 2021 by Dhruv Brahmbhatt

કોરોના વાયરસનો નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હવે ભારતમાં તેજીથી ફેલાઇ રહ્યો છે. ત્યારે દેશમાં હાલમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 50 કેસો નોંધાયા છે. એવામાં દેશના નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ હવે એ શોધવામાં લાગી ગઇ છે કે, કોરોના વેક્સિન આ નવા વેરિઅન્ટ પર કેટલી અસરકારક છે.

7થી 10 દિવસમાં જ પૂર્ણ થઇ જશે રિસર્ચ

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવએ શુક્રવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, ‘કોરોનાની બંને વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન સોર્સ-COV-2 ના આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા વેરિઅન્ટની વિરૂદ્ધ કામ કરે છે. જો કે, અમારી ટીમ હવે એ શોધવામાં લાગી ગઇ છે કે, કોરોના વેક્સિન આ નવા ડેલ્ટા વેરિઅન્ટ પર કેટલી અસરકારક છે. આગામી 7થી 10 દિવસની અંદર જ આ રિસર્ચ પૂર્ણ થઇ જશે. એટલું જ નહીં પરંતુ વેક્સિનને મોડિફાઇ કરીને વધારે અસરકારક બનાવવા પર પણ સ્ટડી શરૂ છે.’

ફેફસાં પર કરે છે એટેક

આ વાયરસ ફેફસાં પર પણ અસર કરે છે અને મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપી આ વેરિઅન્ટ પર બેઅસર જોવા મળી છે. આ વાયરસથી સંક્રમિત થનારા સૌથી વધારે દર્દીઓ હાલમાં મહારાષ્ટ્રમાં છે.

દેશમાં હાલમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 50 કેસો નોંધાયા છે. જે રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં કેસો મળી આવ્યા છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના નિયામક ડો.એસ.કે.સિંઘે જણાવ્યું કે દેશનાં આ 8 રાજ્યોમાં જ 50 ટકાથી વધુ કેસ મળી આવ્યાં છે.

શુક્રવારે આરોગ્ય મંત્રાલયની બ્રીફિંગમાં મીડિયા સાથે વાત કરતા icmr નાં ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું કે હાલમાં વિશ્વનાં 12 દેશોમાં કોરોનાનું આ વેરિયેન્ટ જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં 50 કેસ છે, પરંતુ તે મર્યાદિત રેન્જમાં છે.

ડેલ્ટા પ્લસની ગુજરાતમાં પણ એન્ટ્રી

આ વેરિએન્ટ પર કોરોના રસીની અસર અંગે, તેમણે કહ્યું કે તેના માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આગામી 7 થી 10 દિવસમાં તેના વિશે માહિતી મળી જશે. ભાર્ગવે કહ્યું કે કોવિશીલ્ડ અને કોવૈક્સિન ડેલ્ટા પ્લસ પહેલાં મળી આવેલા આલ્ફા બીટા, ગામા અને ડેલ્ટા જેવા વેરિયેન્ટ પર અસરકારક રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં ડેલ્ટા પ્લસના બે કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડેલ્ટા પ્લસની ગુજરાતમાં એન્ટ્રી અંગે માહિતી આપી છે. વડોદરા અને સુરત શહેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. જે બંને દર્દી સાજા થઈ ગયા છે. વડોદરાના દર્દી અન્ય રાજ્યમાંથી આવ્યા હતા. તો સુરતના દર્દી સ્થાનિક છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 70 ટકા ગતિથી ફેલાય છે. તો બીજી તરફ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ડેલ્ટા પ્લસ વાયરસના કેસ પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, આ રહ્યુ રજાઓનું લિસ્ટ, બેંક સંબંધિત કામ ફટાફટ પતાવી લેજો

Pravin Makwana

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!