GSTV
Home » News » કઈ રીતે ખબર પડશે કે તમે ડિપ્રેશનમાં છો કે નહીં? આ લક્ષણો જણાય તો જરૂરથી ચેતજો

કઈ રીતે ખબર પડશે કે તમે ડિપ્રેશનમાં છો કે નહીં? આ લક્ષણો જણાય તો જરૂરથી ચેતજો

ડિપ્રેશન કે ઉદાસી આજના સમયમાં એક પ્રચલિત માનસિક રોગની શ્રેણીમાં આવે છે. આજના સમયમાં આ ગમે તેને થઈ શકે છે. આવામાં લોકો હસવું છોડી દે છે અને તે જીવનથી નિરાશ થઈ જાય છે. હકીકતે બીમારી કોઈ પણ નવી નથી હોતી તેના કારણો અને લક્ષણોની મોડેથી જાણ થાય છે. તો પહેલા જ ડિપ્રેશનના લક્ષણને જાણીને જેના કારણે તમે નક્કી કરી શકો કે તમે ડિપ્રેશનના શિકાર થઈ ચુક્યા છો કે નહીં.

જો તમને ડિપ્રેશન છે તો તેમાં ઉદાસી અને દરેક વાત પર ગભરામણ અને ચિંતા તેના પ્રમુખ લક્ષણોમાંથી એક છે.   

યુવાનોની સાથે-સાથે બાળકોમાં પોતાને નકામા, મજબુર, નિરાશ અને ચીડચીડા થઈ જવા જેવા લક્ષણ હવે સામાન્ય વાત નથી રહી. જો તમને આમાંથી કોઈ લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ લો.

સાંભળવામાં કદાચ સામાન્ય લાગે પરંતુ જો પહેલા તમે કોઈ કાર્ય ઉત્સાહથી કરતા હતા પરંતુ હવે આ કાર્ય કરવાનું મન નથી થતું  અથવા તો નફરત થઈ રહી છે તો તેની અવગણના ન કરો આ ડિપ્રેશનનું એક લક્ષણ છે. 

ઉર્જા અને ઉત્સાહમાં કમી, ભૂખમાં પરિવર્તન જેવું કે પહેલા ઓછું ભોજન લેતા હતા અને હવે વધુ ભોજન લેવા લાગ્યા છો તો આ પણ એક ચિંતાનો વિષય છે. 

એકાગ્રતામાં મુશ્કેલી, નિર્ણય ન લઈ શકવો, ઉંઘ ન આવવી અથવાચો સમય કરતા વધારે સુવુ આત્મહત્યાનો વિચાર આવવો આ પણ ડિપ્રેશનના લક્ષણ છે. આવા સમયે એકલા ન રહો આ વિશે પોતાના નજીકના વ્યક્તિ સાથે વાત કરો. દરેક સમસ્યાનું નિવારણ છે આ કોઈ મોટી વાત નથી.

Read Also

Related posts

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

ફરી ધૂણ્યું સટ્ટાબાજીનું ભૂત, ક્રિકેટરોને અજાણ્યા નંબરો પરથી આવ્યા વૉટ્સએપ મેસેજ

NIsha Patel

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!