GSTV
Gujarat Government Advertisement

ઈસબગૂલની ખેતી કરી લાખો કમાવાની ઉજળી તક ઝડપી લો, સરકાર જલ્દી લાવી રહી છે ખાસ સ્કીમો

Last Updated on January 15, 2021 by Pravin Makwana

ઈસબગુલ એક અત્યંત મહત્વપૂર્ણ મેડિસન ઉપજ છે. જેનો ઔષધીય પાક તરીકે સૌથી વધારે નિકાસ થાય છે. ઈસબગૂલની ખેતીમાં 10થી 15 હજારનું રોકાણ કરીને ચાર મહિનાની અંદર જ 2.5 લાખથી 3 લાખ રૂપિયા સુધીની આવક ખેડૂત કરી શકે છે.

એપીડાના ચેરમેન ડૉ. અંગામુત્થૂનું કહેવુ છે કે ,ઈસબગૂલ એક ખાસ પ્રોડક્ટ છે. જે સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા માટે ખૂબ જ લોકપ્રિય છે. ઈસબગૂલની અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા વિકસીત દેશોમાં ખૂબ માગ છે. એપીડા સાઉથ એશિયા બાયોટેક્નોલોજી સેન્ટર અને ડીબીટી-એસએબીસી બાયોટેક કિસાન, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, આઈસીએઆર-ડીએમએપીઆર, કૃષિ વિભાગ અને રાજસ્થાન સરકારના આરએસએએમબીની સાથે મળીને ઈસબગૂલને વધુ સારી રીતે કેમ ઉગાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી.

ઈસબગૂલની ખેતીથી લાખો કમાવાની તક

એપીડાના ચેરમેન જણાવે છે કે, ભારતમાં તેનુ ઉત્પાદન મુખ્ય રીતે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં લગભગ 50 હજાર હેક્ટરમાં થાય છે. મધ્ય પ્રદેશના નીમચ, રતલામ, મંદસૌર, ઉજ્જૈન અને શાઝાપુરમાં જિલ્લા મુખ્ય રીતે ખેતી થાય છે. ભારતમાં 3 પ્રકારના ઈસબગૂલ થાય છે. આ વ્યવસાયના નિષ્ણાંતો જણાવે છે કે, હરિયાણમાં બે પ્રકારના ઈસબગૂલની ઉપજ ફક્ત 9થી 115 દિવસમાં તૈયાર થઈ જાય છે. ત્યાર બાદ પાકને કાપી તેના બિયારણ અલગ કરી બજારમાં વેચવામા આવે છે.

જો આપણે એક હેક્ટર ખેતીના આધારે અનુમાન લગાવીએ તો, એક હેક્ટરમાં ઈસબગૂલના પાકમાંથી લગભગ 15 ક્વિન્ટલ બિજ મળે છે.

હવે માર્કેટયાર્ડમાં તેના તાજા ભાવની વાત કરીએ તો હાલના સમયમાં તેના ભાવ 12,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો, ફક્ત બિયારણ જ 1,90,000 રૂપિયાના થાય છે. આ ઉપરાંત ઠંડીની સિઝનમાં તેના ભાવ વધી જાય છે. જેનાથી આવકમાં હજૂ પણ વધારો થશે.

હવે શું છે સરકારની તૈયારી

રાજસ્થાન સરકારના કૃષિ અને બાગાયતી વિભાગના કમિશ્નર ડો. ઓમ પ્રકાશે જણાવ્યુ હતું કે, ઈસબગૂલ એક સંવેદનશીલ પાક છે અને જો પાક કાપતી વખતે વરસાદ અથવા ધુમ્મસ થઈ જાય છે, તો તેને ખૂબ નુકસાન થાય છે. ત્યારે આવા સમયે ઈસબગૂલની એવી પ્રજાતિ વિકસાવાની જરૂર છે, જે વિપરીત હવામાનમાં સૌથી વધારે ઉપજ આપી શકે, જેનાથી ઉદ્યોગને વધારે ઉત્પાદન અને પ્રગતિ મળી શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી

Bansari

સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ

Pravin Makwana

રહી ના જતાં/મહામારી છતાં લોકોને ખૂબ પસંદ આવી રહી છે આ સરકારી યોજના, 3 કરોડ લોકો ઉઠાવી ચૂક્યા છે લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!