GSTV
Gujarat Government Advertisement

જરૂરી માહિતી/ 5 વર્ષ સુધીના બાળકો માટે ઘરે બેઠા બનાવડાવો AADHAAR કાર્ડ, જાણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

AADHAAR

Last Updated on May 3, 2021 by Harshad Patel

AADHAAR કાર્ડ આજના સમયમાં સૌથી વધુ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયો છે. ભારતમાં વડીલોને લઇ નવજાત બાળકો માટે પણ અનિવાર્ય છે. બેન્ક હોય કે સરકારી કામ દરેક જગ્યાએ આ ડોક્યુમેન્ટની જરૂરત હોય છે. એના માટે બનાવવું જરૂરી છે. UIDAIએ બાળકો માટે આધાર કાર્ડ બનાવવું અનિવાર્ય કરી દીધું છે અને હવે પેરેન્ટ્સ ન્યુ બોર્ન બેબીનો પણ આધાર કાર્ડ બનાવી શકે છે. જો કે એમાં કેટલાક ક્રાઈટેરિયા છે જે આ બાળકોનો આધાર કાર્ડ બનાવતી સમયે એપ્લાય થતો નથી.

પાંચ વર્ષ સુધીના બાળકો માટે બાયોમેટ્રિકની જરૂરત પડતી નથી

એમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે બાયોમેટ્રિકની જરૂરત પડતી નથી. એ ઉપરાંત આધાર કાર્ડને પેરેન્ટ્સના ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન અને ફોટોગ્રાફના આધાર પર બનાવવામાં આવે છે. બાળકોના પાંચ વર્ષ પુરા થયા પછી બાયોમેટ્રિક જેવી ફિંગર વગેરેના આધારે રજીસ્ટર કરાવવાનું હોય છે.

આ દસ્તાવેજોની જરૂર પડશે

બાળકનું મૂળ જન્મ પ્રમાણપત્ર
માતાપિતામાંથી કોઈપણનું આધારકાર્ડ
ચકાસણી માટે આ બંને દસ્તાવેજો મૂળ નકલો હોવા જોઈએ.

આ રીતે ઓનલાઇન અરજી કરી શકાય છે AADHAAR કાર્ડ

તમારા 0 થી 5 વર્ષના બાળક માટે આધારકાર્ડ બનાવવા માટે તમારે આધાર નોંધણી કેન્દ્રમાં જવું પડશે. પરંતુ એનાથી બચવા માટે તમે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો.

Aadhaar Card
  • પહેલા બધા જરૂરી દસ્તાવેજો અને માહિતી એકત્રિત કરો.
  • તે પછી UIDAIની જાઓ અને Get Aadhaar વિભાગ પર જાઓ અને એપોઇન્ટમેન્ટ બુક કરો.
  • સ્થાનની વિગતો દાખલ કરો અને પછી Proceed to Book an Appointment પર ક્લિક કરો.
  • આ પછી New Aadhaar વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ મોબાઇલ નંબર દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • તે પછી Personal Details સેક્શનમાં જાઓ બધી જરૂરી માહિતી ભરો અને ત્યારબાદ Proceed પર ક્લિક કરો.
  • આ પછી, તમે તમારી અપોઇમેન્ટ માટે સમય અને સ્લોટ પસંદ કરો અને પછી Next ક્લિક કરો.
  • બધી માહિતી ચકાસી લો અને એપોઇન્ટમેન્ટ બુક કરવા સબમિટ પર ક્લિક કરો.

આ કરવા માટે તમારે પસંદ કરેલા આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને પછી ત્યાં તમારી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકાર મૂંગીમંતર/ ખાદ્યતેલોની માંગમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો છતાં ભાવમાં 25 ટકાનો વધારો, ગરીબોને પાણીમાં વઘાર કરવો પડે તેવા ભાવ

Pritesh Mehta

દેશમાં રહેવા માટે આ શહેર છે સૌથી શ્રેષ્ઠઃ હોસ્પિટાલિટીથી લઈને તમામ સુવિધાઓથી છે સજ્જ, અમદાવાદનો છે આ નંબર

Harshad Patel

જલદી કરજો/ સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપના દેશમાં વધી શકે છે ભાવ, આ છે મોટા કારણો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!