GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

આ ખેડૂતે સુકી જમીનમાં 40 વર્ષ બાદ 4 એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન કેવી રીતે લીધું

કહેવાય છે કે કોઈ પણ સિદ્ધી મેળવવા માટે સાહસ કરવું અનિવાર્ય છે. આજે કૃષિ વિશ્વમાં એક એવા જ ખમતીધર ખેડૂતની વાત કરવાની છે. બનાસકાંઠાના ધાણધાર પંથકમાં 40 વર્ષ બાદ 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થયું છે. એક સમયે અહીંના લોકો કહેતા હતા કે શેરડીનું ઉત્પાદન નહીં થાય. પણ આ ખેડૂની સિદ્ધી જોઈ હવે તે લોકો પણ દંગ રહી ગયા છે.

એક સમયે ધાણધાર તરીકે ઓળખાતો પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો. અહીં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન એક મિકેનિકલમાં ડિપ્લોમા કરનાર 40 વર્ષના ખેડૂતે કર્યું છે.

જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા. અત્યારે એ જ જગ્યાએ તેમના પ્રપોત્ર મહેન્દ્રભાઈ ભટોળે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આંગળા નાખી ગયા છે. જ્યાં શરૂઆતમાં લોકો પાક નિષ્ફળ જશે તેમ કહી હસતા હતા. તે હવે શેરડીના ઉત્પાદનથી ગૌરવ લઇ રહ્યા છે. હાલ તો પાલનપુરથી અંબાજી જતા જલોત્રા ગામ પાસે 4 એકરમાં શેરડીનો આ પાક જોઈ સૌ કોઈ અચંબિત થઈ જાય છે.

બનાસકાંઠા જિલ્લામાં વસતા સૌ કોઈને ખબર છે કે પાછલા 45 વર્ષથી અપૂરતા પાણીને લીધે જિલ્લામાં ક્યાંય શેરડીનું ઉત્પાદન થતું નથી. સૌ કોઈની એવી માન્યતા હતી કે શેરડીના ઉત્પાદનમાં વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. ઉપરથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ મહત્તમ હોવું જોઈએ. પણ જલોત્રા ગામના મહેન્દ્રભાઈ ભટોળે સામા પ્રવાહે ચાલી 300 મેટ્રિક ટન જેટલો શેરડીનો પાક મેળવી લીધો છે. હવે પ્રશ્ન એ છે કે આ તેમણે કર્યું કેવી રીતે ?

આ જમીન શેરડી માટે અનુકૂળ છે કે કેમ તેને લઇ મહેન્દ્રભાઈએ સૌ પ્રથમ સંપૂર્ણ અભ્યાસ કર્યો. બાદમાં ટીસ્યુ કલ્ચરના 2200 રોપા મહારાષ્ટ્રથી મેળવ્યા. અને 9 મહિના બાદ કટીંગ કરીને બિયારણ બનાવ્યું. એ પછી એ જ બિયારણનું પૂન: વાવેતર કર્યું. જોત જોતામાં દસ મહિના બાદ શેરડીનો પાક તૈયાર થઈ ગયો. હાલ ખેતરમાં 8થી 10 ફૂટ લાંબા શેરડીના સાંઠા લહેરાઈ રહ્યા છે. ત્યારે આ વિશે મહેન્દ્રભાઈએ શું કહ્યું આપ પોતે જ જાણો.

દાદા ઓખાભાઈ નરસંગભાઇ પચાસ વર્ષ પહેલા અહીં શેરડીની ખેતી કરતા હતા. તેઓ ગોળના 30 કિલોના કોલ્હાપુરી રવા બનાવતા હતા. તેમનું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાના ધાણધાર પંથકમાં સ્યુગર મીલ બને. પરંતુ કાળક્રમે પાણીના તળ ઉંડા જતા સપનુ માત્ર સપનું બનીને રહી ગયું હતું. જોકે જલોત્રા સ્થિત સમગ્ર ખેતરમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. 24 કલાક વીજળી મળી રહે છે. અધૂરામાં પૂરું સમગ્ર વિસ્તારમાં 90 થી 100 ફૂટે ટ્યૂબવેલથી પાણી મળી રહે છે. જેથી વધુ પાણી કરતા માફકસરના ભેજના લીધે મબલખ ઉત્પાદન શક્ય બન્યું છે.

શેરડીની ખેતી ત્રણ વર્ષ સુધી ઉત્પાદન આપે છે. તેથી ખેતીમાં ખર્ચ અને મહેનતનો બચાવ થાય છે. અધૂરામાં પૂરું ટીસ્યુ કરીને બિયારણ તૈયાર કર્યું હોવાથી હવે વારંવાર વાવેતર કરવાની સમસ્યા નહિ રહે. ત્યારે હવે તો આ પ્રગતિશીલ ખેડૂત વડવાઓના સુગર મિલના સપનાંઓને સાકાર કરવા તરફ છે.

READ ALSO

Related posts

દુર્લભ પ્રજાતિનાં પીળા દેડકાંને જોઈને લોકોમાં ભય, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Mansi Patel

કેપ્ટન વિરાટ કોહલી IPLમાં કેમ રહે છે ફ્લોપ, ભારતના આ ભૂતપૂર્વ ઓપનરે કર્યો ખુલાસો

Harshad Patel

6 હજાર રૂપિયા સુધી સસ્તો થયો Realmeનો આ ફોન, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!