GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

કોંગ્રેસે પુલવામા હુમલા સમયનું મોદીનું 4 કલાકનું જાહેર કર્યું શિડ્યુઅલ, પૂછ્યા આ 5 સવાલ

પુલવામા હુમલાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે આખરે મોદી સરકાર પર હુમલો કર્યો છે. 14 ફેબ્રુઆરીએ જ્યારે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતકંવાદી હુમલો થયો એ પછીના બીજા ચાર કલાક સુધી પીએમ મોદી શૂટિંગ કરી રહ્યા હતા તેવો આરોપ મુકનાર કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીનું આ સમયગાળા દરમિયાન પળે પળનું શિડ્યુલ જાહેર કર્યુ છે. કોંગ્રેસે કહ્યું હતું કે , 14 ફેબ્રુઆરીએ બપોરે 3-10 વાગ્યે પુલવામામાં હુમલો થયો ત્યારે ડિસ્કવરી ચેનલના હેડ અને તેની કેમેરા ટીમ સાથે પીએમ મોદી પોતાના પ્રચાર માટે બોટિંગ કરી રહ્યા હતા. સાંજના 6-30 વાગ્યા સુધી શૂટિંગ ચાલ્યું હતું.

શૂટિંગ પુરુ થતા જ મોદીનો કાફલો રામગઢ તરફ આગળ વધ્યો ત્યારે લોકોએ પીએમ મોદીના નામના નારા લગાવ્યા હતા અને પીએમે તેમનું અભિવાદન પણ કર્યુ હતુ.

સાંજે 6-30 વાગ્યે કોર્બેટ પાર્કના ધનગઢી ગેટ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે 10 મિનિટ વાત કરી હતી. 6-40 વાગ્યે તેમનો કાફલો ગેટમાંથી બહાર નિકળ્યો હતો. જ્યારે આ કાફલો સુંદર ખાલ ઢિકુલી પહોંચ્યો તો લોકોએ ભાજપના પક્ષમાં નારા લગાવ્યા હતા. એ પછી પીએમ મોદી રામનગરના ગેસ્ટ હાઉસમાં 10 મિનિટ માટે ચા નાસ્તો કરવા રોકાયા હતા. ઝારખંડમાં રેલી કરવા માટે ગયા હોવાથી પીએમ મોદી પાલમ એરપોર્ટ પર શહિદોને શ્રધ્ધાંજલિ આપવા એક કલાક મોડા આવ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ વડાપ્રધાન મોદીને પૂછ્યા પાંચ સવાલ

  • પીએમ મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પોતાની નિષ્ફળતા માટે કેમ જવાબદારી સ્વીકારી રહ્યા નથી?
  • પુલવામા હુમલામાં વપરાયેલા વિસ્ફોટકો અને રોકેટ લોન્ચર પુલવામા સુધી કેવી રીતે પહોંચ્યા, વાહનો કેવી રીતે પ્રવેશ્યા?
  • પુલવામા હુમલાના 48 કલાક પહેલા જાહેર થયેલો ધમકીભર્યો વીડિયો કેમ નજરઅંદાજ કરાયો?
  • સીઆરપીએફ દ્વારા સૈનિકોને કાશ્મીરમાં પહોંચાડવા માટે હવાઈ મુસાફરની માંગ કરાઈ હતી તો તેને કેમ નજરઅંદાજ કરાઈ?
  • મોદી સરકારના 56 મહિનાના કાર્યકાળમાં 488 જવાનો શહીદ થયા છે, નોટબંધી બાદ આતંકવાદી હુમલા બંધ કેમ નથી થયા?
  • સૂરજેવાલાએ સાથે સાથે શહીદોની અંતિમ યાત્રામાં હસી રહેલા મોદી સરકારના બે મંત્રીઓ સાક્ષી મહારાજ અને કે જે અલ્ફોંસની તસવીરો બતાવી હતી. જેમાં એક તસવીરમાં તો અલફોંસ શહીદના કોફિન સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

Related posts

દેશમાં કોરોનાની નવી ઊંચાઈ, એક જ દિવસમાં 10 હજારથી વધુ સાજા તો 245 લોકોના થયા મોત

Harshad Patel

ગુજરાતમાં રોજ 300થી વધુ કેસો નોંધાવાની પરંપરા યથાવત, વાસ્તવિક આંકડા પર પડદો પાડવા સરકારનું નવુ ગતકડું

Bansari

દિલ્હી અને એનસીઆરમાં 4.6 તિવ્રતાનો ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર બિંદુ હરિયાણાના રોહતકમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!