GSTV

VIDEO: પ્રિન્ટીંગ પ્રેસનો વીડિયો સામે આવ્યો, આપના ખિસ્સામાં રહેલી નોટ આવી રીતે એક સામાન્ય કાગળમાંથી બની જાય છે ચલણી નોટ

Last Updated on July 22, 2021 by Pravin Makwana

ક્યારેય વિચાર્યુ છે કે આપ જે નોટનો ઉપયોગ કરી રહ્યા છો, આપના ખિસ્સામાં જે નોટ પડી છે, તે ક્યાં છપાય છે. આ નોટનું કાગળ શા માટે અલગ લાગે છે. શાહી જતી કેમ નથી. બધા માર્ક નોટ પર કેવી રીતે લાગે છે. જેનાથી આપણે તે અસલી છે કે નકલી તે જાણી શકીએ. અમે અહીં પ્રિન્ટ પ્રેસની અંદરનો વીડિયો લાવ્યા છીએ. જ્યાં એક સામાન્ય કાગળ કેવી રીતે નોટ બને છે, તે આખી પ્રોસેસ આપ અહીં જોઈ શકશો. આ વીડિયો ધ્યાનથી જોશો, ખૂબ જ રસપ્રદ છે. જે આપણને પ્રિન્ટીંગ પ્રેસની જાણકારી આપી છે. આ વીડિયો અમે ક્રાફ્ટ પાંડા ફેસબુક પેજ પરથી લીધો છે.

ભારતમાં ચાર જગ્યાએ છપાઈ છે નોટ

ભારતમાં ચાર જગ્યા પર નોટ છપાય છે. જેમાં નાસિક, દેવાસ, મૈસૂર તથા સાલબોની (બંગાળ). કોઈ પણ નોટ ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા છપાય છે.

1935મમાં રિઝર્વ બેંકની થઈ સ્થાપના

ભારતમાં કરન્સી નોટ છાપવા અને રૂપિયા પૈસાની લેવડ-દેવડ રાખવા માટે 1935માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 10 હજારની નોટ પણ છાપી હતી. જેને આઝાદી બાદ બંધ કરી દેવામાં આવી. 1938માં આરબીઆઈએ પહેલી પેપર કરેન્સી છાપી હતી. જે પાંચ રૂપિયાની નોટ હતી. જેના પર કિંગ જોર્જ 6ની તસ્વીર હતી.

દુનિયામાં ચાર જગ્યાએ તૈયાર થાય છે નોટનું કાગળ

કરન્સી નોટ છાપવાનું કાગળ દુનિયામાં ચાર જગ્યાએથી મળે છે. આ કાગળને મશીન દ્વારા ખાસ કાગળમાં બદલીને નોટ બનાવાય છે.

  • ફ્રાન્સના આર્ગો વિગિજ
  • અમેરિકાના પોર્ટલ
  • સ્વીડનના ગેન
  • પેપર ફ્રેબ્રિક્સ લ્યૂસેંટલ

READ ALSO

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!