GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

ઇન્શ્યોરન્સ

બીમારી ક્યારેય જણાવીને નથી આવતી, તેનું તાજેતરનું ઉદાહરણ કોરોના વાયરસ મહામારી છે. આજના સમયમાં મોટી અને ગંભીર બીમારીની સારવાર કરાવવી ખૂબ જ મોંઘી થઇ ગઇ છે. ખાસ કરીને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં. ક્યારેક જો હોસ્પિટલમાં દાખલ થવું પડે તો મોંઘીદાટ સારવાર પર આજીવન કરેલી બચત ખર્ચાઇ જાય છે. મેડિકલ ખર્ચ લોકોની સેવિંગ્સ પર ભારે ન પડે, તેના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અસ્તિત્વમાં આવ્યુ. તે ખિસ્સા પર પડતા ભારને તો હળવો કરે જ છે, સાથે જ તમે રૂપિયાની ચિંતા કર્યા વિના સારી સારવાર કરાવી શકો છો.  

આજના સમયમાં હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્વ વધી ગયું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઇપણ હેલ્થ ઇન્શ્યોરન્સ લઇ લો. તમારી આર્થિક સ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ સિલેક્ટ કરવો જોઇએ અને આવું કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઇએ.

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતોનો રાખો વિશેષ ખ્યાલ

સૌપ્રથમ તે જુઓ કે તમારે કેટલી અમાઉન્ટ સુધીના હેલ્થ ઇંશ્યોરન્સની જરૂર છે. સાથે જ તમારે તમારા સિવાય પોતાના પરિવારમાં કોને કવર કરવાના છે. તેના આધારે પ્રિમિયમ નક્કી થશે. 

હંમેશા તે ચેક કરવુ જોઇએ કે શું હેલ્થ ઇન્શ્યોરન્સ હોસ્પિટલની સારવારના ખર્ચ અને સારવારની પહેલા તથા પછી કરવામાં આવેલા ખર્ચને સામેલ કરે છે કે નહી.

કોઇપણ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ ખરીદતા પહેલા, તેના તમામ નિયમો તથા શરતોને સારી રીતે વાંચી લો જેથી તમે સારી રીતે સમજી શકો કે તેમાં શું સામેલ છે, અને શું નહી.

ધ્યાન રાખો કે પોલીસીમાં NCBનું ફીચર હોય. તેમાં એક પોલીસી યરમાં કોઇ ક્લેમ ન કરવા પર એડિશનલ ચાર્જ મળશે. એટલે કે તમે તમારી ઇન્શ્યોરન્સની રકમને તેનાથી વધારી શકો છો. જેમ જેમ ક્લેમ ફ્રી વર્ષ વધશે. તેમ તેમ NCBની ટકાવારી પણ વધશે. આ બોનસ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીને રિન્યૂ કરીને પણ લઇ શકો છો.

જે ઇન્શ્યોરન્સ કંપની પાસેથી તમે હેલ્થ ઇન્શ્યોરન્સ લીધો છે, તે વિસ્તૃત નેટવર્ક વાળી હોવી જોઇએ. તેથી જ્યારે પણ જરૂર પડે કોઇપણ જગ્યાએ કવરનો ક્લેમ કરી શકાય. સાથે જ તેનો ક્લેમ ક્લિયર કરવાનો રેકોર્ડ પણ સારો હોવો જોઇએ.

દરેક ઇન્શ્યોરન્સ કંપનીનું અનેક હોસ્પિટલો સાથે ટાઇ-અપ હોય છે. તેથી તે પણ જુઓ કે તેની કેશલેસ હોસ્પિટલોની યાદીમાં તમારી પસંદની અને તમારી આસપાસની હોસ્પિટલ સામેલ છે કે નહી.

દરેક ઇન્શ્યોરન્સ પોલીસીમાં બીમારીઓની સારવાર માટે વેટિંગ પીરિયડ હોય છે. આ સમયગાળા દરમિયાન ઇન્શ્યોરન્સ કંપની કોઇપણ ક્લેમની ચુકવણી કરવા માટે જવાબદાર નથી હોતી. આ સમયગાળો સામાન્ય રીતે પોલીસી ખરીદ્યાના દિવસથી આગામી 30 દિવસ સુધી રહે છે. આ સમયગાળા બાદ કેટલીક પ્રક્રિયાઓ અને સારવાર પર કેટલીક શરતો લાગુ થાય છે. જેમ કે, કેટલીક પોલીસીઓમાં માતૃત્વ લાભ માટે ચાર વર્ષનો વેઇટિંગ પીરિયડ રહે છે.  

અનેક ઇન્શ્યોરન્સ કંપનીઓ નવા હેલ્થ પ્લાન્સ લઇને આવી છે જેમાં ફ્રી હેલ્થ ચેકઅપ અને કેટલાક ફિટનેસ ગોલને હાસેલ કરવા પર પ્રિમિયમ પર ડિસ્કાઉન્ટ પણ મળશે.

Read Also

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!