GSTV

જાણો કારમાં લાગેલા એર બેગ્સ કઈ રીતે કરે છે કામ, તમારી કાર માટે કેમ છે જરૂરી?

એર બેગ્સ

સેફ્ટીને જોતા સરકારે હવે દરેક કારમાં એર બેગ સ્ટાન્ડર્ડ ફિચરના રૂપમાં લગાવવું જરૂરી કરી દીધું છે. હવે તમે કોઈ પણ કંપનીની કાર લેશો તો તમને તેના બેઝિક મોડલમાં પણ એરબેગ મળશે. દુર્ઘટનાના સમયે એરબેગ તમારો જીવ બચાવવા માટે ખૂબ સારુ ફિચર છે. જો લોકો એરબેગને અત્યાર સુધી કામ  વગરનું ફિચર માનતા હતા તે આ રિપોર્ટને જરૂર ધ્યાનથી વાંચે.

એરબેગ છે ખૂબ જરૂરી

કારોમાં એરબેગ દુર્ઘટનામાં ડ્રાઈવર અને બાજુમાં બેઠેલા પેસેન્જરનો જીવ બચાવવાનું કામ કરે છે. જેવી ગાડીમાં ક્યાંય અથડાય છે એરબેગ ફુગ્ગાની જેમ ખુલી જાય છે અને તેના કારણે કારમાં બેઠેલા લોકો કારના ડેશબોર્ડ અથવા સ્ટેયરિંગ પર અથડાતા નથી અને જીવ બચાવી બચી જાય છે.

એર બેગ્સ

કારોમાં એરબેગ્સ આવે છે તેમને SRS એરબેગ્સના નામથી ઓળખવામાં આવે છે. અહીં SRSનો મતલબ Supplemental Restraint System છે. જે એ વાતને દર્શાવે છે કે જેવા તમે પોતાની કાર સ્ટાર્ટ કરો છો કારના મીટમાં લાગેલુ SRS  ઈન્ડિકેટર અમુક સેકેન્ડ માટે સળગી ઉઠે છે. જો SRS ઈન્ડિકેટર અમુક સેકેન્ડ્સ બાદ ઓફ નથી થતુ અથવા સળગતા રહે છે તો સમજી જાઓ કે એર બેગમાં કંઈક ગડબડ છે.

એરબેગ્સ આ રીતે કરે છે કામ

કારના બમ્પર પર એક ઈન્પેક્ટ સેન્સર લાગેલું હોય છે જેમાંથી ગાડી કોઈ વસ્તુ સાથે ટકરાય તો ઈન્પેક્ટ સેન્સરની મદદથી એક હલ્કો કરન્ટ એરબેગના સિસ્ટમમાં પહોંચી જાય છે. અને એરબેગની અંદર sodium azide ગેર ભરેલો હોય છે  આ ગેસને તે ગેસ ફોર્મમાં પ્લે આવે છે પહેલા આ કોઈ બીજા ફોર્મ ભરેલી હોય છે જેવી કે ઈમ્પેક્ટ સેન્સર કરંટ મોકલે છે અને તે વસ્તુ ગેસના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે.

એર બેગ્સ

તમને જણાવી દઈએ કે એરબેગ્સ કોટનથી બનેલી હોય છે. પરંતુ તેના પર સિલિકોનની કોટિંગ કરવામાં આવે છે. એરબેગ્સને ખોલવા માટે એક સેકેન્ડથી પણ ઓછાનો સમય (લગભગ 1/20 સેકેન્ડ) લગે છે અને તેની ખુલવાની ઝડપ લગભગ 300 km/h હોય છે.

અહીં ધ્યાન આપવા વાળી વાત એ છે કે કારની સીટ બેલ્ટના પણ એરબેગના ફંક્શનને લિંક કરેલું હોય છે. એટલે જ્યારે કારમાં બેસીએ તો સીટ બેલ્ટ હંમેશા પહેરો, ફક્ત બેગ્સના જ ભરોસે ન રહો.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!